પ્રેમિકા કરી રહી હતી લગ્નનુ દબાણ, પ્રેમી ડૉક્ટરે ઝેરનુ ઈંજેક્શન આપીને કરી દીધી હત્યા

ડૉક્ટરે પોતાની પરિણીત પ્રેમિકાથી પીછો છોડાવવા માટે તેને ઝેરનુ ઈંજેક્શન આપી દઈને મોતને ઘાટ ઉતારી દીધી.

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી છે. ડૉક્ટરે પોતાની પરિણીત પ્રેમિકાથી પીછો છોડાવવા માટે તેને ઝેરનુ ઈંજેક્શન આપી દઈને મોતને ઘાટ ઉતારી દીધી. જો કે ઘટનાના લગભગ 40 દિવસ બાદ પોલિસે આરોપી ડૉક્ટરને પકડી લીધો છે. પૂછપરછમાં ડૉક્ટરને જણાવ્યુ કે તે તેના પર લગ્નનુ દબાણ કરી રહી હતી. પહેલેથી પરિણીત હોવાના કારણે આરોપીએ લગ્નની મનાઈ કરી દીધી તો મહિલા જીદ કરવા લાગી. ત્યારબાદ ડૉક્ટરે તેની હત્યા કરીને શબને હરિયાણાના કુરુક્ષેત્રમાં ફેંકી દીધુ હતુ.

ghaziabad

માહિતી મુજબ ડાસના કૉલોનીમાં રહેતી એક મહિલા ગઈ 7 ડિસેમ્બરે શંકાસ્પદ સ્થિતિમાં ગુમ થઈ ગઈ હતી. તેના ગુમ થવાનો રિપોર્ટ પતિએ પોલિસ સ્ટેશન મસૂરીમાં લખાવ્યો હતો. પોલિસની લાખ કોશિશ છતાં મહિલા મળી નહિ. હાલમાં જ પોલિસને જાણવા મળ્યુ કે મહિલા આ વિસ્તારના ડૉક્ટર ઈસ્માઈલના સંપર્કમાં રહેતી હતી. પોલિસે કડીઓ જોડી તો ડૉક્ટરે થોડા સમય પહેલા પોતાનો નંબર બદલી દીધો હતો.

પોલિસે ડૉક્ટરનો જૂનો નંબર શોધ્યો અને તેની લોકેશનના આધારે આરોપી ઈસ્માઈલને કસ્ટડીમાં લીધો. કડક પૂછપરછમાં ડૉક્ટરે ગુનો કબૂલી લીધો. આરોપીએ જણાવ્યુ કે મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તે મહિલાને મોજ મસ્તી માટે ચંદીગઢ લઈ ગયો હતો. ત્યાં પ્રેમિકાએ તેની પર લગ્નનુ દબાણ કર્યુ. પહેલેથી પરણેલો હોવાના કારણે આરોપીએ લગ્નની મનાઈ કરી પરંતુ મહિલા જીદ પર અડી રહી. રસ્તામાં ઈસ્માઈલે ઝેરનુ ઈંજેક્શન આપીને મહિલાની હત્યા કરી દીધી અને શબ હરિયાણાના કુરુક્ષેત્રમાં ફેંકી દીધુ. એટલુ જ નહિ તેને ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર પણ બદલી દીધો. આના કારણે પોલિસને આ કેસમાં ખુલાસો કરવામાં લગભગ 40 દિવસનો સમય લાગી ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X