For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નથી ઓછું થઇ રહ્યું લાલુ યાદવનું શુગર લેવલ, ખોરાક પર પણ નજર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ 15 બીમારીઓથી ગ્રસ્ત હોવાને કારણે રાંચીની રિમ્સ માં દાખલ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ 15 બીમારીઓથી ગ્રસ્ત હોવાને કારણે રાંચીની રિમ્સ માં દાખલ છે. લાલુને અહીં કાર્ડિયોલોગી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો ઘ્વારા જણાવ્યા અનુસાર લાલુનું શુગર લેવલ હજુ પણ ઉંચુ છે, જેને કાબુમાં લાવવા માટે પુરી કોશિશ કરવામાં આવી રહી છે. ડોક્ટર તેમને 44 યુનિટ ઇન્સ્યુલિન આપી રહ્યા છે જેથી તેમનું સુગર લેવલ ઓછું થાય. ખબર અનુસાર રવિવારે લાલુ યાદવનું ફાસ્ટિંગ બ્લડ શુગર 214 હતું, જે વધારે છે. ડોક્ટરોને વિશ્વાસ છે કે ઇન્સ્યુલિન ઘ્વારા તેમનું શુગર કંટ્રોલમાં લાવી શકાશે અને તેમની તબિયતમાં પણ સુધાર થશે.

44 યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે

44 યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે

રાંચીની રિમ્સમાં દાખલ લાલુનું શુગર ડોકટરો માટે પરેશાની બની ચૂક્યું છે. લાલુનું શુગર લેવલ તેના માનક કરતા વધારે છે. એટલા માટે ડોક્ટર તેને 44 યુનિટ ઇન્સ્યુલિન આપી રહ્યા છે. 15 બીમારીઓથી પીડાઈ રહેલા લાલુ રાંચીની રિમ્સમાં આવ્યા પછી ઇન્સ્યુલિન બદલી નાખવામાં આવ્યું છે. એમ્સમાં લાલુને સામાન્ય દવાઓ આપવામાં આવતી હતી. પરંતુ રિમ્સમાં આવ્યા પછી લાલુ ની દવાઓ બદલીને બ્રાન્ડેડ કરી દેવામાં આવી છે. રિમ્સના ડોક્ટર એમ્સના ડોક્ટરના અંડરમાં રહીને જ લાલુ યાદવનો ઉપચાર કરી રહ્યા છે.

સડેલું ઈંડુ મળવા પર બબાલ થયી

સડેલું ઈંડુ મળવા પર બબાલ થયી

લાલુની તબિયતમાં સુધાર લાવવા માટે ડોક્ટર 24 કલાક તેમનું ધ્યાન રાખી રહ્યા છે. શુગર લેવલ ઓછું કરવા માટે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. હાલમાં લાલુને ફરવા અને તાજો ખોરાક લેવાનું કહેવામાં આવ્યું છે. લાલુનો આજે મેડિકલ ટેસ્ટ થશે. ત્યારપછી ડોક્ટર આગળ ના ઉપચાર માટે ચર્ચા કરશે. હાલમાં જ લાલુને ખરાબ ખોરાક મળવા પર હંગામો થઇ ગયો હતો.

15 બીમારીઓથી ઝઝૂમી રહ્યા લાલુ યાદવ

15 બીમારીઓથી ઝઝૂમી રહ્યા લાલુ યાદવ

લાલુ યાદવને નાસ્તામાં સડેલું ઈંડુ આપવામાં આવ્યું હતું. હંગામો મચ્યા પછી જમવાનું બનાવવા થી લઈને પેક કરવા, વોર્ડમાં લઇ જવાથી પરોસવાની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી. લાલુ પ્રસાદ યાદવ 1 મેં દરમિયાન રાંચીની રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદય ની બીમારી, હાયપરટેંશન, કિડની ની તકલીફ, ડિપ્રેશન સહીત 15 બીમારીઓ છે, જેનો ઉપચાર ચાલી રહ્યો છે. એમ્સમાં ઉપચાર પૂરો થયા પછી લાલુને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા.

English summary
Doctors tries control lalu prasad yadav sugar level give 44 units insulin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X