શું પેશાવર બાદ ટીટીપીના નિશાના પર ભારત છે?

બેંગલુરુ, 17 ડિસેમ્બર: મંગળવારે સવારે 11 વાગ્યે પાકિસ્તાનના પેશાવરથી જે સમાચાર આવ્યા, તે ખૂબ જ હચમચાવી નાખનાર હતા. 132 બાળકોની હત્યા કરી આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (ટીટીપી)એ દુનિયાને ડર અને દહેશતના ઓથાર હેઠળ નાખીને વિચારવા પર મજબૂર કરી દીધા.

જ્યારે પડોશમાં આ પ્રકારની ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવી હોય તો, અત્રે આતંકી ઘુસતા જ બાળકોની હત્યા કરવા લાગ્યા તો ભારતમાં પણ શંકા અને ઘણા પ્રકારના સવાલો ઉઠવા સ્વાભાવિક છે. સૌના મનમાં બસ એક જ સવાલ ઊઠી રહ્યો છે કે શું પેશાવર બાદ ભારત પર ખતરો વધી ગયો છે?

પાકિસ્તાન મહત્વ પરંતુ ભારત પર પણ નજરો
વોશિંગ્ટન સ્થિત વૂડૂ વિલ્સન ઇંટરનેશનલ સેંટર ફોર સ્કોલર્સમાં સાઉથ ઇસ્ટ એશિયા સાથે જોડાયેલ સીનિયર પ્રોગ્રામ એસોસિએટ માઇકલ કુગેલમેનની માનીએ તો તેમને એવું નથી લાગતું, પરંતુ તેઓ એવું માને છે કે પેશાવર આતંકી હુમલામાં સામેલ આતંકી સંગઠને ઘણી વખત ભારતને પડકારવાનું કામ કર્યું છે.

માઇકલ કુગેલમેને વનઇન્ડિયાની સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે હાલમાં જ વાઘા બોર્ડર પર જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ આ સંગઠના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે તેઓ કંઇક એવું કરશે જેનું લક્ષ્ય ભારત હશે. બીજી તરફ કુગેલમેન એ પણ કહે છે કે તેમને નથી લાગતુ કે ભારત ટીટીપી માટે ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. તેનો ઉદ્દેશ્ય હાલ પાકમાં હાજર ઘણા ભાગોને નિશાનો બનાવવાનો છે.

ટીટીપી અફગાનિસ્તાન તાલિબાનની સાથે ઘણી હદ સુધી જોડાયેલ છે અને એટલે જ ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે. ટીટીપી અફગાનિસ્તાનમાં અફગાન તાલિબાનની સાથે મળીને ઘણા હુમલાઓને અંજામ આપે છે.

peshawer
ભારતમાં મચાવી શકે છે તબાહી
કુગેલમેનનું કહેવું છે કે પાક તાલિબાનમાં એટલી ક્ષમતા છે કે તે બીજા આતંકી સંગઠનોની સાથે તાલમેલ બેસાડી લે અને એવામાં એ વાતની સંભાવનાનો પણ ઇનકાર ના કરી શકાય કે તેઓ ભારતના વિરોધમાં એકઠા થનારી શક્તિઓની સાથે મળીને ભારતમાં તબાહી ફેલાવવાનું ષડયંત્ર કરી દે. બની શકે છે કે સાઉથ એશિયામાં અલ કાયદાની નવી શાખામાં સામેલ થવા માટે કોઇ સંગઠનની પણ તલાશ કરી લે.

કુગેલમેન માને છે કે પાકિ તાલિબાને અલ કાયદાની સાથે મળીને ખૂબ જ કામ કર્યું છે અને તેની સાઉથ એશિયા સાથે જોડાયેલ શાખાના નેતા અસીમ ઉમરે દરેક વખતે ભારત અને ભારતની વિરુદ્ધ નવા અભિયાનની જ વાત કરી છે. કેટલાંક લોકો તો ત્યાં સુધી માનતા હતા કે તેઓ એક ભારતીય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X