For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિયાચીનમાં જવાનો માટે Dominos એ પિઝા પાર્ટી આપી

દુનિયાની સૌથી ઠંડી જગ્યા પર સુરક્ષા કરી રહેલા ભારતીય જવાનો માટે ડોમિનોઝ એ પિઝા પાર્ટી આપી.

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી ઠંડી જગ્યા પર સુરક્ષા કરી રહેલા ભારતીય જવાનો માટે ડોમિનોઝે પિઝા પાર્ટી આપી. આ પ્રજાસતાક દિવસના અવસરે જમ્મુ કાશ્મીરના સિયાચીન ગ્લેશિયરમાં હાજર ભારતીય જવાનોને એક દિવસ માટે સેનાની કેંટિનથી રજા મળી. આ અવસરે જાતે ડોમિનોઝ ઘ્વારા બધા જ જવાનોને પિઝા વહેંચવામાં આવ્યા. દેશની સુરક્ષા કરવા માટે આ જવાનો 20,000 ફૂટની ઉંચાઈ પર માઇન્સ 0 થી માઇન્સ 30 ડિગ્રી તાપમાનમાં સુરક્ષા કરે છે.

Dominos

ઈન્ડો-ચીન સીમા સિયાચીન ગ્લેશિયરમાં સુરક્ષા કરી રહેલા દેશના જવાનોને પિઝા આપીને ડોમિનોઝ ઇન્ડિયા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે, અમને આ વાતનો ગર્વ છે કે અમે અમારા ડોમિનોઝના ગરમ પીઝા તે બહાદુર જવાનો અને અધિકારીઓ સુધી પહોંચાડી શક્યા જેઓ સિયાચીનમાં અમારી રક્ષા માટે સેવા આપી રહ્યા છે.

ડોમિનોઝ ઇન્ડિયા અનુસાર લગભગ ત્રણ મહિલા સુધી ચાલેલી યોજના પછી 12 લોકોની એક ટીમને એરફોર્સ વિમાન ઘ્વારા ટેસ્ટી પિઝા પહોંચાડવામાં આવ્યા. ડોમિનોઝ ઘ્વારા કરવામાં આવેલી આ પહેલ માટે લોકોએ તેમના ખુબ જ વખાણ કર્યા છે.

આ પણ વાંચો: ડોમિનોઝે ગુજરાતમાં નોનવેજ પિઝા બંધ કર્યા, જાણો કારણ

આપને જણાવી દઈએ કે ભારતના લગભગ 3000 સૈનિકોને સિયાચીનમાં તેનાત કરવામાં આવ્યા છે. અહીં તાપમાન માઇન્સ 60 ડિગ્રી કરતા પણ નીચે ચાલ્યું જાય છે. સિયાચીન રણનીતિ તરીકે પણ ભારત માટે ખુબ જ મહત્વનું છે એટલા માટે તેની સુરક્ષા માટે રોજ લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. સિયાચીનની લગભગ 80 ટકા પોસ્ટ 16,000 ફુટ કરતા પણ વધારે ઉંચાઈ પર છે. અહીંની બાના પોસ્ટ 21,753 ફૂટની ઉંચાઈ પર છે. જવાનોને અહીં પહોંચવા માટે લગભગ 28 દિવસ સુધી ચાલવું પડે છે. આટલા દિવસમાં તેઓ લગભગ 128 કિલોમીટર સુધી ચાલે છે, ત્યારે તેઓ આ પોસ્ટ પર પહોંચી શકે છે.

English summary
Domino’s India delivers pizza to soldiers in Siachen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X