ધાર્મિક પરિવર્તન અરજી પર સુનાવણીને રાજકીય રંગ ન આપવોઃ સુપ્રીમ કોર્ટ

બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ મામલાને રાજકીય રંગ ન આપવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે સોમવારે બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને કહ્યુ કે આ મામલાને રાજકીય રંગ ન આપવો જોઈએ. નોંધનીય વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

SC

સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરીને સ્પષ્ટ કર્યુ છે કે આ સુનાવણીનો હેતુ એ જોવાનો નથી કે ક્યાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે પરંતુ એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારની ઘટનાઓમાં યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે કે નહિ. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરમણીને 7 ફેબ્રુઆરી સુધીમાં આ મામલે તેમના સૂચનો આપવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમાર આ મામલાને સુઓ મોટો નામ આપવા સંમત થયા છે.

અશ્વિની કુમારની અરજીનો તામિલનાડુ સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ધર્મ પરિવર્તન રાજકીય રીતે પ્રેરિત હતુ. વાસ્તવમાં, ગયા વર્ષે તમિલનાડુમાં એક 17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી હતી ત્યારે તેના માતાપિતાએ આરોપ લગાવ્યો હતો કે શાળાએ તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X