ગાજિયાબાદમાં કુમાર વિશ્વાસના ઘરે હુમલો, ફરિયાદ દાખલ

kumar-vishwas
ગાજિયાબાદ, 12 નવેમ્બરઃઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા અને અરવિંદ કેજરીવાલના નજીકના કુમાર વિશ્વાસે ગાજિયાબાદમાં ઇંદિરાપુરમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે અને કહ્યું છે કે રવિવારે મોડી સાંજે ત્રણ ગાડીઓમાં આવેલા ડઝનેક લોકોએ તેમના ઘરને ઘેરી લીધું અને હંગામો મચાવી ધમકી આપી છે. કુમાર વિશ્વાસને જણાવ્યાનુસાર જ્યારે ઘરમાંથી કેટલાક લોકો બહાર નિકળ્યા તો હંગામો મચાવનારા ગાડીમાં બેસીને ફરાર થઇ ગયા.

આ હુમલાની જાણકારી આપતા કુમાર વિશ્વાસે ફેસબુકમાં લખ્યું છે કે- લો જી! દિવાળીની શુભકામના તો આપી નહીં ઉલ્ટાનું ધમકી આપીને જતા રહ્યાં! હદ છે ભલમણસાહીની.... પરંતુ ચિંતા ના કરો... અમારી દિવાળી ગમે તેવી હોય જેમની પોલખોલ શરૂ કરી છે અને જેમણે તેમને મોકલ્યા હતા, તેમની હોળી જરૂરથી સળગાવીને દમ લઇશું. જય હિન્દ અને એ બધા (અ)ભદ્ર લોકોને દિવાળીની શુભકામનાઓ જે આજે ત્રણ ગાડી લઇને મારા ઘરે આવ્યા હતા!

કુમાર વિશ્વાસે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમના સાથી મનીષ સિસોદિયના ઘરે પણ કેટલાક લોકોએ ધમાલ મચાવી હતી. બીજી તરફ અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તે અને તેમની ટીમ 26 નવેમ્બરે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરશે અને આઇએસી એટલે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને ચલાવવા માટે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સંસ્થા બનાવવામાં આવી હતી.

નોંધનીય છેકે અણ્ણા હજારેનું કાર્યાલય હવે દિલ્હીમાં ખોલવામાં આવ્યું છે. દિલ્હીના પોશ વિસ્તાર સર્વોદય એંકલેવથી હવે અણ્ણા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાના આંદોલનને આગળ વધારશે. અણ્ણાના મતાનુસાર, જનતાને જાગૃત કર્યા પછી ફરી એકવાર તે રામલીલા મેદાન તરફ પ્રયાણ કરશે અને જનલોકપાલ બીલ લાગૂ કરાવીને જ દમ લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X