For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. હર્ષવર્ધને WHO એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સંભાળ્યો, નિભાવશે મહત્વની ભૂમિકા

કોરોના વાયરસ સામે જંગ વચ્ચે શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય સંગઠનના એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સભાળી લીધો.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે જંગ વચ્ચે શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય સંગઠનના એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સભાળી લીધો. તેમણે દિલ્લી સ્થિત WHOના કાર્યાલયમાં બધી ઔપચારિકતાઓ પૂરી કરી. આ પહેલા આ પદની જવાબદરી જાપાનના ડૉક્ટર હિરોકી નાકાતાની પાસે હતી જે 34 સભ્યોના બોર્ડના ચેરમેન હતા. આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. એવામાં ડૉ. હર્ષવર્ધન કોરોના સામે આ લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

વૈશ્વિક સંકટના સમયમાં હું આ કાર્યાલમાં પ્રવેશ કરી રહ્યો છુ

વૈશ્વિક સંકટના સમયમાં હું આ કાર્યાલમાં પ્રવેશ કરી રહ્યો છુ

પદભાર સંભાળ્યા બાદ ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે મને ખબર છે કે વૈશ્વિક સંકટના સમયમાં હું આ કાર્યાલમાં પ્રવેશ કરી રહ્યો છુ. આગલા 2 દશકોમાં ઘણા આરોગ્ય પડકારો આવશે. આ પડકારો સામે આપણે સૌ લડીશુ. તેમણે કહ્યુ કે ભારત વર્તમાન સમયમાં કોરોના સામે દ્રઢ સંકલ્પ સાથે લડી રહ્યો છે. જેના કારણે આજે ભારતમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 3 ટકા જ છે. વળી, 135 કરોડની વસ્તીવાળા ભારતમાં માત્ર એક લાખ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ 40 ટકાથી વધુ છે.

હર્ષવર્ધનના નામની નિર્વિરોધ પસંદગી કરવામાં આવી

આ પહેલા 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં ભારત તરફથી હર્ષવર્ધનના નામની નિર્વિરોધ પસંદગી કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયા સમૂહે ગયા વર્ષે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભારતને ત્રણ વર્ષના કાર્યકાળ માટે કાર્યકારી બોર્ડ માટે પસંદ કરવામાં આવશે. બોર્ડના ચેરમેનનુ પદ ઘણા દેશોના અલગ અલગ ગ્રુપમાં એક - એક વર્ષના હિસાબે આપવામાં આવે છે. ગયા વર્ષે નક્કી થયુ હતુ કે આગલા એક વર્ષ સુધી માટે આ પદ ભારત પાસે રહેશે.

194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદગી

194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદગી

બોર્ડની બેઠક વર્ષમાં બે વાર થાય છે. આની મુખ્ય બેઠક સામાન્ય રીતે જાન્યુઆરીમાં થાય છે જ્યારે બીજી બેઠક મેમાં થાય છે. એક્ઝીક્યુટીવ બોર્ડનુ મુખ્ય કામ આરોગ્ય અસેમ્બલીના નિર્ણયો અને પૉલિસી તૈયાર કરવા માટે યોગ્ય સલાહ આપવાનુ છે. ડબ્લ્યુએચઓના એક્ઝીક્યુટીવ બોર્ડમાં શામેલ 34 સભ્યો આરોગ્યના ક્ષેત્રમાં કુશળ જાણકાર હોય છે જેમની 194 દેશોની વર્લ્ડ હેલ્થ અસેમ્બલીથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદ કરવામાં આવે છે. પછી આ સભ્યોમાંથી જ એક-એક વર્ષ માટે ચેરમેન બને છે.

25 મેથી શરૂ થતી ઘરેલુ ઉડાનોમાં કયા શહેર માટે કેટલુ ભાડુ છે જાણો અહીં25 મેથી શરૂ થતી ઘરેલુ ઉડાનોમાં કયા શહેર માટે કેટલુ ભાડુ છે જાણો અહીં

English summary
Dr. Harsh Vardhan become the chairman of WHO Executive Board
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X