For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહઃ ભાજપ સરકાર સંપૂર્ણપણે ફેલ, મહારાષ્ટ્ર પર મંદીની સૌથી વધુ માર

પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે ગુરુવારે કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર સંપૂર્ણપણે ફેલ રહી છે. આર્થિક મંદીથી સૌથી વધુ મહારાષ્ટ્ર પ્રભાવિત છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે ગુરુવારે કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર સંપૂર્ણપણે ફેલ રહી છે. આર્થિક મંદીથી સૌથી વધુ મહારાષ્ટ્ર પ્રભાવિત છે. મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસ નેતાએ આ વાત કહી. તેમણે કહ્યુ કે આ ડબલ એન્જિનની સરકાર ચલાવનાર ભાજપ જે ગવર્નન્સ મૉડલ પર મત માંગે છે એમાં તે સંપૂર્ણપણે ફેલ રહી છે. વળી, પીએમસી બેંક મામલે પૂર્વ પીએમે સરકાર પાસે સમાધાન કાઢવાની વાત કરી છે.

Dr Manmohan Singh

મનમોહન સિંહે કહ્યુ, મહારાષ્ટ્રે આર્થિક મંદીના અમુક સૌથી ખરાબ પ્રભાવોનો સામનો કર્યો છે. મહારાષ્ટ્રની મેન્યુફેક્ચરીંગ ગ્રોથ સતત 4 વર્ષમાં નીચે જઈ રહી છે. રોકાણકારો મહારાષ્ટ્રને છોડીને અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. ઑટો હબ ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. દરેક ત્રીજી વ્યક્તિ બેરોજગાર છે. ખેડૂતોની આત્મહત્યા મામલે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. એવામાં સ્પષ્ટ છે કે સરકાર ફેલ થઈ ગઈ છે.

પીએમસી બેંક કૌભાંડ મામલે મનમોહન સિંહે કહ્યુ કે આ બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે. હું મહારાષ્ટ્રના સીએમ, પીએમ અને નાણામંત્રીને આ મામલે ધ્યાન આપવાની અપીલ કરુ છુ. આનાથી પ્રભાવિત 16 લાખ લોકોની ફરિયાદાનુ સમાધાન કરવુ જોઈએ. હું ભારત સરકાર, આરબીઆઈ અને મહારાષ્ટ્ર સરકારને અપેક્ષા કરુ છુ કે તે એકસાથે આને આ મામલાનો વ્યાવહારિક અને પ્રભાવી સમાધાન શોધે. બેંકના 16 લાખ ખાતાધારક આ મામલે ન્યાય ઈચ્છે છે અને તેમની સાથે ન્યાય થવો જોઈએ.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ છેલ્લા ઘણા સમયથી સતત ભારતની અર્થવ્યવસ્થા વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ડૉ. સિંહનુ કહેવુ છે કે દેશમાં અર્થ વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી રહી છે પરંતુ સરકાર આના પર ગંભીર નથી. જો સરકાર આ તરફથી મોઢુ ફેરવી લેશે તો આવનારા દિવસોમાં હાલત વધુ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચોઃ આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?આ પણ વાંચોઃ આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?

English summary
Dr Manmohan Singh in mumbai Maharashtra face worst effect of economic slowdown pmc bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X