For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ.મનમોહન સિંહને બ્રિટનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા, જાણો કેમ અપાયુ સન્માન?

ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને UKમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને આ સન્માન તેમના અર્થશાસ્ત્ર અને રાજનીતિમાં યોગદાન માટે આપવામાં આવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને બ્રિટનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. પીઢ અર્થશાસ્ત્રી મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને રાજકારણની દુનિયામાં તેમના યોગદાન માટે આ વિશેષ સન્માનથી સન્માનિત કરાયા છે.

Lifetime Achievement Award

અહેવાલો અનુસાર, ડૉ.મનમોહન સિંહને બ્રિટનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની સન્માનિત કરાયા બાદ તેમને લેખિત સંદેશ મોકલ્યો હતો. સંદેશમાં તેમણે કહ્યું કે, ભારત-યુકે સંબંધો આપણી શૈક્ષણિક ભાગીદારીથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આ સન્માન તેમના આર્થિક અને રાજનીતિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવ્યું છે. હાલમાં માં ભારત-યુકે એચિવર્સ ઓનર્સ દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે એક એવોર્ડ સમારોહમાં સન્માનિતોની જાહેરાત કરાઈ હતી. નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન તેમને દિલ્હીમાં આ એવોર્ડ અર્પણ કરશે.

NISAU UK India-UK એચિવર્સ ઓનર્સ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ સાથેની ભાગીદારીમાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ડૉ. મનમોહન સિંઘના લાઇફટાઇમ અચીવમેન્ટ સન્માન તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું સાક્ષી છે.

સન્માનની જાહેરાત બાદ ડૉ.મનમોહન સિંહે એક સંદેશમાં લખ્યુ કે,હું આનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. આ વિશેષ રીતે યુવાનો તરફથી છે. ડૉ.મનમોહન સિંહે આગળ જણાવ્યું કે, ભારત-યુકે સંબંધો આપણી શૈક્ષણિક ભાગીદારી દ્વારા વ્યાખ્યાયિત થાય છે.

મનમોહન સિંહે આગળ કહ્યું કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, ડૉ.બી.આર. આંબેડકર, સરદાર પટેલ અને અન્ય ઘણા લોકોએ યુકેમાં અભ્યાસ કર્યો હતો. આગળ જતા આ લોકો મહાન નેતા બન્યા. આ એક વારસો છે, જે ભારત અને વિશ્વને પ્રેરણા આપે છે. અહીં તેમણે કહ્યું કે, વર્ષોથી અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ કરવાની તક મળી છે.

અહીં તમને પણ જણાવી દઈએ કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 75 હાઈ અચીવર્સને ઇન્ડિયા યુકે અચીવર્સ ઓનર્સમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ લોકો ભારત-યુકે ડાયસ્પોરા લિવિંગ બ્રિજને મજબૂત બનાવે છે. 25 જાન્યુઆરીના રોજ એવોર્ડ સમારંભમાં બ્રિટિશ-ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાને લિવિંગ લિજેન્ડથી સન્માનિત કરાયા હતા.

English summary
Dr. Manmohan Singh was honored with Lifetime Achievement Award in Britain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X