For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનથી જયલલિતાની સારવાર કરવા આવેલા ડો. રિચર્ડ કોણ છે

લંડનથી જયલલિતાની સારવાર કરવા ચેન્નઇ આવેલા ડો. રિચર્ડ જોન બેલેને ઇંટેંસીવ કેર યુનિટના માસ્ટર માનવામાં આવે છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા વિશે સોમવારે લંડનથી આવેલા ડો. રિચર્ડ જોન બેલેએ એક ખાસ રિલીઝ જારી કરી છે. આ રિલીઝમાં તેમણે જણાવ્યુ કે સ્થિતિ ઘણી ગંભીર છે પરંતુ અમ્માનો સર્વશ્રેષ્ઠ ઇલાજ કરવામાં આવી રહ્યો છે.

richard

ગઇ વખતે આવ્યા હતા ચેન્નઇ ડોક્ટર રિચર્ડને લંડંથી ચેન્નઇ એ સમયે બોલાવવામાં આવ્યા જ્યારે રવિવારે જયલલિતાને હાર્ટ એટેક આવ્યો. જ્યારે પહેલી વાર 22 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં ભરતી થયા હતા ત્યારે પણ ડોક્ટર રિચર્ડ આવ્યા હતા. ડોક્ટર રિચર્ડ લંડનના જાણીતા ડોક્ટર છે અને તેમનું ચેન્નઇ આવવુ અમ્માના પ્રશંસકો માટે સારા સમાચાર સાબિત થઇ શકે છે. કોણ છે આ ડોક્ટર રિચર્ડ અને તેમને કેમ ચેન્નઇ બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ગઇ વખતે જ્યારે તે આવ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમ્મા માટે આવનારા 90 દિવસ ઘણા મહત્વના છે. સાથે જ તેમણે બીજા કેટલાક ટેસ્ટ કરાવવાની વાત પણ કહી હતી.

કોણ છે ડો. રિચર્ડ બેલે

ડોક્ટર રિચર્ડ લંડન બ્રિજ હોસ્પિટલમાં હાલમાં ક્રિટિકલ કેર યુનિટ કે સીસીયુમાં કંસલ્ટંટ ઇંટેસિવિસ્ટ છે. લંડન બ્રિજ હોસ્પિટલ યુનાઇટેડ કિંગડમની પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે અને તેને હોસ્પિટલ કોર્પોરેશન ઓફ અમેરિકા (એચસીએ) હોલ્ડ કરે છે. તે ફેફસા જેવા શરીરના ઘણા અંગો નિષ્ફળ થવા પર અને જનરલ ઇંટેંસીવ કેરના જાણીતા સ્પેશિયાલીસ્ટ છે.

તે બ્રિટનની ઘણી હોસ્પિટલોમાં કનસલ્ટંટ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તેમણે સેપ્સીસ એટલે કે ઘાવનું સડવુ, હેમોડાયનેમિક મોનિટરિંગ, એડવાંસ્ડ વેંટિલેશન, ગંભીર રીતે બીમાર લોકો માટે ન્યૂટ્રીશન અને ઇંટેંસીવ કેર ઇંફોમેટીક્સમાં રિસર્ચ કરેલી છે. તેમણે વર્ષ 1984માં લંડનના સેંટ બાર્થોલોમેવ્સ હોસ્પિટલમાંથી એમબીબીએસની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ લંડનના ગાય્સ હોસ્પિટલના એનેસ્થેટિક્સમાં જનરલ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 1990 માં તેમણે લંડનના રોયલ કોલેજ ઓફ એનેસ્થેટીસ્ટમાં ફેલોશીપ મળી. વર્ષ1995 માં તે ગાઇ એંડ સેંટ થોમસ હોસ્પિટલ ટ્રસ્ટમાં ઇંટેંસીવ કેર યુનિટમાં કંસલ્ટંટ બન્યા. વર્ષ 2000માં તેઓ તેની એડલ્ટ ઇંટેંસીવ કેર યુનિટના પ્રમુખ બન્યા. વર્ષ 2005માં આ ટ્રસ્ટના પેરિઓપરેટીવ, ક્રિટીકલ કેર અને પેન સર્વિસીઝના હેડ બનાવવામાં આવ્યા. સેપ્સીસ, એઆરડીએસ અને ક્લીનીકલ ન્યૂટ્રીશનમાં તેમણે મોટી સંખ્યામાં રિસર્ચ કરી છે.

શું છે હેમોડાયનેમિક મોનિટરીંગ

હેમોડાયનેમિક મોનિટરીંગ એ પ્રક્રિયા છે જેના દ્વારા રક્ત કોશિકાઓ, હ્રદય અને ધમનીઓમાં થતા લોહીના વહાવ પર નજર રાખવામાં આવે છે. આ પ્રક્રિયા બ્લડ ફ્લો પણ માપે છે અને સાથે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપે છે.

પેરિઓપરેટીવ

કોઇ પણ દર્દીની સર્જરી પહેલાના સમયને પેરિયોપેરેટીવ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં દર્દીનું વોર્ડમાં એડમીશન, એનેસ્થેશિયા, સર્જરી અને તેની રિકવરી પણ શામેલ હોય છે. પેરીઓપરેટિવ સર્જરીના ત્રણ પ્રકારો પરિભાષિત કરે છે. પ્રિ-ઓપરેટિવ, ઇંટ્રા-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ. પેરાઓપરેટિવ દ્વારા દર્દીને સર્જરી પહેલા, સર્જરી દરમિયાન અને સર્જરી બાદ ઉમદા સુવિધાઓ અને માહોલ પ્રદાન કરવામાં આવે છે.

English summary
Dr. Richard John Beale has come all the way from London to treat Jayalalithaa who suffered from a cardiac arrest on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X