For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર છે? જાણો ડૉ. વીકે પૉલે શું કહ્યુ

ડૉ. વીકે પૉલે જણાવ્યુ કે શું કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર છે કે નહિ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં 75 કરોડ કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રસીકરણને લઈને નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે કહ્યુ છે કે ભારત આખી વયસ્ક વસ્તીનુ રસીકરણ આ વર્ષના અંત સુધીમાં કરી લેવાશે. વીકે પૉલે કહ્યુ છે કે રસી લેવી છે કે નહિ તેનો ડર હવે લોકોમાં ખતમ થઈ ગયો છે. આપણે હવે લોકો સુધી સરળતાથી વેક્સીન પહોંચાડવાની જરૂર છે. ડૉ. વીકે પૉલે એ પણ જણાવ્યુ કે શું કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર છે કે નહિ.

વેક્સીનના બૂસ્ટર ડોઝ પર શું કહ્યુ ડૉ. વીકે પૉલે?

વેક્સીનના બૂસ્ટર ડોઝ પર શું કહ્યુ ડૉ. વીકે પૉલે?

ડૉ. વીકે પૉલે કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ પર કહ્યુ કે, 'હજુ બૂસ્ટર ડોઝ પર બહુ ઓછો ડેટા ઉપલબ્ધ છે. કોવેક્સીન બૂસ્ટર ડોઝની જરુરિયાતને જોવા માટે એક રિસર્ચ કરી રહી છે.' ડૉ. વીકે પૉલે કહ્યુ કે, 'ડબ્લ્યુએચઓએ પણ હાલમમાં બૂસ્ટર ડોઝની જરુરિયાત પર કંઈ કહ્યુ નથી અને અત્યારે આપણુ ધ્યાન બધાને બે ડોઝ લગાવવા પર હોવુ જોઈએ.' વળી, એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ આ પહેલા કહ્યુ હતુ કે કોવિડ-19ની ત્રીજી લહેરથી બચવા માટે બૂસ્ટર ડોઝ લાભકારી હોઈ શકે છે પરંતુ અમારી પાસે ડેટા નથી માટે અત્યારે સાચી આકારણી ન કરી શકીએ.

તહેવારોની સિઝનના કારણે વધી શકે છે કોરોના કેસ

તહેવારોની સિઝનના કારણે વધી શકે છે કોરોના કેસ

કોરોનાની ત્રીજી લહેર પર ડૉ. વીકે પૉલે એ પણ કહ્યુ કે ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ હતી પરંતુ છેલ્લા વલણોમાં જોવામાં આવ્યુ છે કે કેવી રીતે તહેવારોની સિઝન પછી કોરોના કેસોમાં વધારો થયો હતો. ડૉ. વીકે પૉલે કહ્યુ, 'આ પહેલા પણ એ જોવામાં આવ્યુ હતુ કે તહેવારોની સિઝનમાં પાર્ટીઓ પછી કોરોના કેસ વધ્યા છે. એવુ લાગે છે કે વાયરસ પાર્ટીઓને પ્રેમ કરે છે. આપણે તેને રોકવા માટે ફેસ્ટિવલ સિઝનમાં સતર્ક રહેવુ પડશે.'

શું ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિઅંટ ઘાતક થઈ શકે છે

શું ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિઅંટ ઘાતક થઈ શકે છે

ડૉ. વીકે પૉલે કહ્યુ, અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ ગાણિતીક અનુમાનોએ કહ્યુ કે ત્રીજી લહેર આવશે પરંતુ ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિઅંટનુ કેટલુ યોગદાન હશે.. કે તેનો કોઈ મ્યુટન્ટ આવશે એ કહી ન શકાય. ડેલ્ટા વેરિઅંટની એક ઉપ-રેખા ઉત્પરિવર્ત છે પરંતુ અમને વિશ્વાસ નથી કે તે ડેલ્ટાથી વધુ ઘાતક છે.

English summary
Dr VK Paul on covid-19 vaccine booster dose needed to avoid corona third wave or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X