દ્રોપદીને તો કૃષ્ણએ બચાવી લીધી હતી, પરંતુ આપને કોણ બચાવશે : હેમા માલિની
મુંબઇ, 29 ઑગસ્ટ: ભારતીય જનતા પાર્ટીના નેતા અને અભિનેત્રીએ પૂણેમાં પ્રેસ કોંફ્રેન્સ દરમિયાન મહિલાઓને સલાહ આપતા જણાવ્યું કે મહિલાઓએ ક્યારેય પણ એકલા જવું જોઇએ નહીં. હેમાં માલિનીએ જણાવ્યું કે મહિલાઓએ પણ ખૂબ સચેત રહેવું જોઇએ. હેમાને પૂછવામાં આવ્યું હતું કે મુંબઇ ગેંગરેપ અંગે તેઓ શું કહેવા માંગે છે.
હેમાએ જણાવ્યું કે એકલા ક્યાંય પણ જવાથી મહિલાઓને કોઇ પણ પોતાના જાળમાં ફસાવી શકે છે, કઇ પણ થઇ શકે છે. તેમણે મહિલાઓને સલાહ આપતા જણાવ્યું કે 'તમને બચાવવા માટે કોઇ પણ આગળ નહીં આવે, તમારે જાતે જ સુરક્ષિત રહેવું પડશે.'

હેમાએ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે 'દ્રોપદીને તો બચાવવા માટે ભગવાન કૃષ્ણ આવી ગયા હતા, પણ આ યુગમાં આપને બચાવવા માટે કોઇ નહીં આવે. આપે આપની સુરક્ષા જાતે કરવી પડશે.'












Click it and Unblock the Notifications
