Video: નશામાં ધૂત બાપે ત્રણ વર્ષના માસૂમને રીક્ષા પર પછાડ્યો

હૈદરાબાદમાં એક હેરાન કરી દેતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાપ પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકની નિર્મમ પીટાઈ કરી રહ્યો છે.

હૈદરાબાદમાં એક હેરાન કરી દેતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાપ પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકની નિર્મમ પીટાઈ કરી રહ્યો છે. પત્ની સાથે લડાઈ થવાથી રીક્ષા ચાલાક ગુસ્સામાં હતો અને તેને ગુસ્સામાં પોતાના ત્રણ વર્ષના બાળકને રીક્ષા પર વારંવાર પછાડ્યો, જેને કારણે બાળકના માથા અને શરીરના અંગો પર ઊંડી ઇજા પહોંચી છે. બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપી દેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આ બાળકનો ઉપચાર થઇ રહ્યો છે.

video viral

બાળકના પિતા સામે આઇપીસી ઘ્વારા 324 અને કિશોર ન્યાય અધિનિયમના સેક્શન 75 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પિતા હાલમાં ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પિતાનો તેની પત્ની સાથે ઝગડો થયો. ત્યારપછી ગુસ્સામાં તેને પોતાના બાળકની પીટાઈ શરૂ કરી દીધી. પરંતુ આ મામલે પત્ની પોતાના પતિ વિરુદ્ધ કોઈ પણ કેસ નોંધાવવા નથી માંગતી.

આ આખી ઘટનાનો વીડિયો કોઈએ બનાવી લીધો. આ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ચુકી છે. ઝગડો થવા પાછળનું કારણ આરોપીનું બીજી કોઈ મહિલા સાથે ચક્કર જણાવવામાં આવી રહ્યું છે. જેના વિશે તેની પત્નીને ખબર પડી હતી. આ કારણે બંને વચ્ચે વિવાદ થયો અને પતિએ તેના બાળક અને પત્ની બંનેની પીટાઈ કરી નાખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X