For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી આવી રહી છે ધૂળની આંધી, દિલ્હી-રાજસ્થાન સહિત ઉત્તર ભારતને ખતરો

પાકિસ્તાનથી આવી રહી છે ધૂળની આંધી, દિલ્હી-રાજસ્થાન સહિત ઉત્તર ભારતને ખતરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગરમીનો માર સહી રહેલ રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસો મુશ્કેલીભર્યા હોય શકે છે, કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઈન્ડિયા મુજબ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ઉઠેલ ધૂળની આંધી બુધવારે દલિ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતને પોતાની ચપેટમાં લઈ શકે છે આ કારણે સફર ઈન્ડિયાએ મોડી રાત્રે કાલે એલર્ટ જાહેર કર્યું છે, સંસ્થા મુજબ મંગળવારે પાકિસ્તાનના કરાચી અને અફઘાનિસ્તાનના સિસ્તાન બેસિન શહેરમાં ધૂળનું એક મોટું તોફાન ઉઠ્યું છે.

સમગ્ર ઉત્તર ભારતમાં આંધીનો ખતરો

સમગ્ર ઉત્તર ભારતમાં આંધીનો ખતરો

ધૂળની આંધી તેજીથી ઉત્તર ભારત તરફ આગળ વધઈ રહી છે અને આશંકા જતાવાઈ રહી છે કે બુધવારે આ ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સાઓને પોતાની ચપેટમાં લઈ લેશે. આ તોફાનથી રાજસ્થાન, દિલ્હી, એનસીઆર અને ઉત્તર બારતમાં તેજ ધૂળ ભરેલી આંધી ઉઠશે જેનાથી વાયુની ગુણવત્તા પ્રભાવિત થશે અને પીએમ 2. અને પીએમ 10 દિવસની માત્રામાં ભારે વૃદ્ધિ થશે.

આ જગ્યા પર ખાસ નજર

આ જગ્યા પર ખાસ નજર

ધૂળની આંધી અને કડાકા ભડાકા સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળેલ જાણકારી મુજબ અજમેર, અલવર, બાંસવાડા, બારાં, ભરતપુર, ભીલવાડા, બૂંદી, ચિતૌડગઢ, દૌસા, ધૌલપુર, જયપુર, ઝુંઝુનૂ, કરૌલી, કોટા, ટોંક, રાજસમંદ, સીકર અને ઉદયપુર ધૂળની આંધીની લપેટમાં આપી શકે છે.

પાછલા 48 કલાકથી દિલ્હીમાં ભયાનક લૂ ચાલી રહી છે

પાછલા 48 કલાકથી દિલ્હીમાં ભયાનક લૂ ચાલી રહી છે

આમતો જણાવી દઈએ કે પાછલા 48 કલાકથી દિલ્હીમાં ભયાનક લૂ ચાલી રહી છે જો કે મંગળવારે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયો હતો પરંતુ થોડીવાર રાહત મળ્યા બાદ હાલાત જેવા હતા તેવા જ થઈ ગયા છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ તપમાન 44.5 ડિગ્રી નોંધાયું.

સાવધાન રહો

સાવધાન રહો

આજે દિલ્હીમાં ધૂળની આંધી ચાલી શકે છે અને દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી રહી શકે છે અને ન્યૂનતમ તાપમાન 31 ડિગ્રી સુધી રહી શકે છે.

કર્ણાટક પછી ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું, અમરેલી-પોરબંદર હાઈ અલર્ટ પરકર્ણાટક પછી ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું, અમરેલી-પોરબંદર હાઈ અલર્ટ પર

English summary
dust storm moving towards delhi and rajasthan from pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X