Duttapukur Crackers factory Blast : દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, અનેક લોકોના મોત
Duttapukur Crackers factory Blast : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા સ્થિત દત્તપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ વિસ્ફોટ બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને નાસભાગ મચી હતી. વિસ્ફોટમાં આસપાસના કેટલાંક મકાનોને પણ નુકસાન થયું છે.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ સવારે 10 કલાકની આસપાસ થયો હતો, જ્યારે કોલકાતાથી લગભગ 30 કિમી ઉત્તરમાં દત્તપુકુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીલગંજમાં મોશપોલમાં ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા.
ફાયર સ્ટેશન ઓફિસર આશિષ ઘોષે મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અકસ્માત સ્થળેથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.
ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રા ખાતે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં આવા જ વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા હતા.
#WATCH | West Bengal: Several people feared dead in an explosion at the Illegal crackers factory in Duttapukur. A rescue operation is underway. The injured are being taken to Barasat Hospital for treatment: Duttapukur Police sources pic.twitter.com/YzKW7cU8gM
— ANI (@ANI) August 27, 2023












Click it and Unblock the Notifications
