J&K - Haryana Result: ભાજપને મોટો ઝાટકો, શરૂઆતી વલણોમાં કોંગ્રેસ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગળ
હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઇ રહ્યાં છે. મતગણતરીમાં શરૂઆતી વલણોમાં ભાજપ માટે અશુભ સમાચાર છે. શરૂઆતી વલણોમાં જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણા બંને રાજ્યોમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. હરિયાણામાં કોંગ્રેસને બહુમતી પણ મળી ચૂકી છે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ મતગણતરી શરૂ થઇ ચૂકી છે. જણાવી દઈએ કે ઘાટીમાં 10 વર્ષ પછી ચૂંટણી થઇ છે. આ ચૂંટણીમાં કૂલ 63.45 ટકા મત પડ્યા હતા. આ ચૂંટણીમાં સીધો મુકાબલો ભાજપ અને એનસી-કોંગ્રેસ વચ્ચેનો છે.
જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ-એનસીનું ગઠબંધન બહુમતી આંકડાની ખૂબ નજીક પહોંચી ચૂકી છે. અત્યાર સુધી આ ગઠબંધન 44 સીટ પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ભાજપ 26 સીટ પર આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ હરિયાણામાં પણ કોંગ્રેસે શરૂઆતી ટ્રેન્ડ્સમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. અર્લી ટ્રેન્ડ્સમાં કોંગ્રેસ હરિયાણાની 46 સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 23 સીટ પર આગળ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
