For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસ

World Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં દર વર્ષે 22 એપ્રિલના દિવસને પૃથ્વી દિવસ (World Earth Day) તરીકે મનાવવામાં આવે છે. પહેલાવીર 1970માં આ દિવસને મનાવવામમાં આવ્યો હતો. પૃથ્વી પર રહેતા જીવ-જંતુઓ, વૃક્ષોને બચાવવા માટે હરેક વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.

સૌથી પહેલા જુલિયન કોનિગે પૃથ્વી દિવસ અથવા અર્થ ડે શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે વર્ષ 1969માં લોકોને આ શબ્દથી અવગત કરાવ્યા હતા. આ વર્ષે પૃથ્વી દિવસની 50મી વર્ષગાંઠ ચે. આ ખાસ અવસર પર નાસા (NASA)એ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર સ્પેસથી પૃથ્વીની કેટલીક અદ્ભુત તસવીરો લઈ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમમાં વર્ષો પહેલાથી બ્રહ્માંડમાં પૃથ્વી કેવી દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે.

વીડિયો

વીડિયો

વીડિયોમમાં રહેલી બધી જ તસવીરો Apollo-8થી લેવામાં આવી છે. આ વીડિયોમાં 1968થી 2020 સુધી પૃથ્વીનું સ્વરૂપ કેવું હતું તે દેખાડવામાં આવ્યું છે. આ વીડિયોને Earthrise નામ આપવામાં આવ્યું છે. અંતરીક્ષથી પૃથ્વી પર બધુ જ દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે.

પૃથ્વી દિવસનો ઈતિહાસ

વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે સમર્થન અને સંરક્ષણ પ્રદર્શિત કરવા માટે દર વર્ષે 22 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તેની સ્થાપના અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સને 1970માં એક પર્યાવરણ શિક્ષા રૂપે કરી હતી. હાલ પૃથ્વી દિવસને દર વર્ષે 192થી વધુ દેશમાં ઉજવવામાં આવે છે.

સેટેનર નેલ્સને પર્યાવરણને એક રાષ્ટ્રીય એજન્ડામાં જોડવા માટે પહેલા રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ વિરોધની પ્રસ્તાવના આપી હતી. મશહૂર ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા એડ્ડી અલબર્ટે પૃથ્વી દિવસના નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. માનવામાં આવે છે કે વિશેષ રૂપે 1970 બાદ પૃથ્વી દિવસને અલબર્ટના જન્મદિવસ 22 એપ્રિલે ઉજવાતો શરૂ કરી દેવાયો.

પૃથ્વી દિવસની થીમ શું છે?

પૃથ્વી દિવસની થીમ શું છે?

આ વર્ષે પૃથ્વી દિવસની થીમ ક્લાઈમેટ એક્શન છે. જળવાયુમાં સતત થઈ રહેલા બદલાવના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ખતરો આવી ગયો છે. અર્થ ડે ઓર્ગેનાઈઝેશન મુજબ હવે સમય છે કે દુનિયાભરના તમામ નાગરિક જળવાયુ સંકટથી નિપટવા માટે આગળ આવે અને સાથે કામ કરે કેમ કે આવું ના કરવાના કારણે લોકોના વર્તમાન અને ભવિષ્યમાં આવતી પેઢીઓ માટે એક ખતરનાક ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે.

ભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યોભારતીયોને ઝાટકો, ટ્રમ્પે અમેરિકામાં નવા ગ્રીન કાર્ડ જાહેર કરવા પર 60 દિવસનો પ્રતિબંધ લગાવ્યો

English summary
earth day 2020 know about theme and why we celebrate it on 50th anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X