For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earth Hour: શનિવારે એક કલાક માટે પૃથ્વી પર અંધારપટ છવાઇ જશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

earth-hour
નવી દિલ્હી, 22 માર્ચ: વિશ્વભરમાં જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખતાં શનિવારે એક કલાક માટે બિન જરૂરી વિજ ઉપકરણોને બંધ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમેરિકાથી માંડીને જાપાન અને રૂસથી માંડીને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના બધા દેશો એક કલાક સુધી વિજ ઉપકરણોનો ઉપયોગ નહી કરે, જેથી કાર્બન ઉત્સર્જનની સારવાર થઇ શકે.

અમેરિકાના વ્હાઇટ હાઉસથી માંડીને ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસમાં સાંજના સમયે પીક અવરમાં અંધારપટ છવાઇ જશે. આગરાનો તાજમહેલ, દિલ્હીના બધા પર્યટન સ્થળોથી માંડીને સરકારી અને બિન સરકારી ઓફિસોમાં પણ પાલન કરવામાં આવશે. દરેકને અપીલ કરવામાં આવી છે કે પૃથ્વીના લાંબા આયુષ્ય માટે વિજ વપરાશને ઓછામાં ઓછા એક કલાક માટે બંધ કરવામાં આવે. આ દરમિયાન લોકો બલ્બ અને ટ્યૂબ લાઇટના બદલે મીણબત્તીથી કામ ચલાવે.

દિલ્હીમાં પણ આના પાલન માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાજધાની દિલ્હીની વિજ કંપનીઓના ઉપભોક્તાઓને અપીલ કરવામાં આવી છે કે તે સાડા આઠથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન બિન જરૂરી લાઇટો અને વિજ ઉપકરણો બંધ રાખે. વિજ કંપની બીએસઇએસે પોતાના 28 લાખ ઉપભોક્તાઓને અપીલ કરી કરી છે કે તે શનિવારે 23 માર્ચના રોજ અર્થ અવરમાં ભાગ લે અને રાત્રે 8.30 થી 9.30 વાગ્યા દરમિયાન સ્વેચ્છાએ પોતાની ઘર અને ઓફિસની બિનજરૂરી લાઇટો તથા ઉપકરણો બંધ રાખે. બીએસઇએસ પોતે પણ પોતાની 400થી વધુ ઓફિસોમાં અર્થ હવર દરમિયાન બિનજરૂરી લાઇટો બંધ રાખશે. આ વખતે અર્થ અવરમાં દિલ્હી રાજ્ય પણ પાર્ટનર બન્યું છે.

અર્થ અવર, ડબ્લ્યૂડબ્લ્યૂએફ (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર/વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ)નો વાર્ષિક કાર્યક્રમ છે. ગત કેટલાક વર્ષોથી દિલ્હી અર્થ અવર દરમિયાન સાર્વજનિક રીતે વિજળી બચાવે છે. ગત વર્ષે અર્થ અવર ચેમ્પિયન સિટી જાહેર કરવામાં આવી હતી. 2012માં અર્થ અવરના દિવસે મોટા શહેરો વચ્ચે એક સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, હૈદ્રાબાદ અને બેંગ્લોરે ભાગ લીધો છે.

ગત વર્ષે અર્થ અવરમાં દિલ્હીમાં લગભગ 295 મેગાવોટ વિજળી બચાવી હતી. અર્થ અવર અભિયાનને સફળ બનાવવા માટે વિજ કંપની બિલોની સાથે મોકલવામાં આવેલા ન્યુઝ લેટર સિનર્જીના માધ્યમથી પોતાના વપરાશકર્તાઓને અર્થ અવરમાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

English summary
Lights off: Earth Hour that takes place tomorrow at 8.30pm is expected to drive green initiatives further.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X