ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યો અંદમાન ટાપુ, તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. જાણકારી અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડા, મહારાષ્ટ્રના પાલઘર અને અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દ્વીપ સમૂહ અંદમાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્રતા 4.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી છે. બીજી તરફ કાંગડામાં ભૂકંપના ઝટકા લાગતા જ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. લોકો પોતાના ઘરોમાંથી નીકળીને બહાર આવી ગયા અને કલાકો સુધી પાછા આવવાની હિંમત કરી શક્યા નહિ. વળી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી.

આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ
ભૂકંપના કેન્દ્ર કાંગડા ક્ષેત્રમાં જ સપાટીથી 5 કિલોમીટર નીચે હતુ. તમને જણાવી દઈએ કે હિમાચલમાં ગયા આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ આવ્યો છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ ચંબા અને મંડીમાં ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂકંપ માટે હિમાચલ અતિ સંવેદનશીલ ઝોન 4 તેમજ 5માં આવે છે. મંડી, શિમલા અને ચંબા આ ઝોનમાં શામેલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘરમાં બુધવારે ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા.
|
લોકો દહેશતમાં આવી ઘરોમાંથી બહાર નીકળી ગયા
રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.1 માપવામાં આવી. હવામાન વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યુ, ‘પાલઘરના ઘણા વિસ્તારોમાં સવારે 10.44 વાગે અમુક સેકન્ડ સુધી ઝટકા નોંધવામાં આવ્યા.' તમને જણાવી દઈએ કે મંગળવારે બંગાળની ખાડીમાં ભૂકંપ આવ્યો હતો જેના ઝટકા તમિલનાડુના અમુક વિસ્તારોમાં પણ અનુભવવામાં આવ્યા હતા. બંગાળની ખાડીમાં ભૂકંપ સવારે 7.02 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના ઝટકા ચેન્નઈમાં પણ અનુભવાયા હતા. જેના કારણે લોકો દહેશતમાં આવી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
|
કેમ આવે છે ભૂકંપ
આ ધરતી મુખ્ય રીતે ચાર સ્તરની બનેલી છે જેને ઈનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે. ક્રસ્ટ અને ઉપરના મેન્ટલને લિથોસ્ફેર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટરના મોટા સ્તર હોય છે જેમને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ પોતાની જગ્યાએથી હલતી રહે છે, ફરતી રહે છે અને ખસતી રહે છે.
આ પ્લેટ્સ લગભગ દર વર્ષે લગભગ 4-5 મિમી સુધી પોતાના સ્થાનથી ખસી જાય છે. આ ક્ષિતિજ અને ઉર્ધ્વાધર, બંને રીતે પોતાની જગ્યાએથી હલી શકે છે. આ ક્રમમાં ક્યારેય કોઈ પ્લેટ બીજી પ્લેટની નજીક આવે તો કોઈ દૂર જતી રહે છે. આ દરમિયાન આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે. એવામાં જ ભૂકંપ આવે છે અને ધરતી હલી જાય છે. આ પ્લેટ્સ સપાટીથી લગભગ 30-50 કિમી સુધી નીચે રહે છે.












Click it and Unblock the Notifications
