Earthquake: દિલ્લી-એનસીઆર સહિત યુપી-બિહારમાં આવ્યા ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4

Earthquake: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6 માપવામાં આવી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું કે નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

દિલ્હી અને લખનઉમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઘરની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. જો કે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.

Earthquake

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે મોડી રાતે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.4 હતી. અક્ષાંશ: 28.84 અને રેખાંશ: 82.19, ઊંડાઈ: 10 કિ.મી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપ રાતે 11:32 કલાકે 54 સેકન્ડે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.

આ ભૂકંપના લગભગ એક કલાકની અંદર જ બીજો આંચકો અનુભવાયો હતો. એ વખતે ભૂકંપની તીવ્રતા પહેલા કરતા ઓછી હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી અનુસાર રાતે 12.14 વાગે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

પટનામાં એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે અચાનક તેનો બેડ હલવા લાગ્યો અને સીલિંગ ફેન પણ ધ્રૂજવા લાગ્યો. ભૂકંપ આવ્યો હોવાની જાણ થતાં જ તે તરત જ ઘરની બહાર નીકળી ગયો. ઘણા લોકોએ હલતા પંખા અને ઝૂમરોના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

નોંધનીય છે કે ગયા મહિને પણ દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. 3 ઓક્ટોબરે નેપાળમાં એક કલાકની અંદર ભૂકંપના ઘણા ઝટકા આવ્યા બાદ દિલ્હીમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. 25 મિનિટમાં 4.6 અને 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને 15 મિનિટ પછી 3.8ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ આવ્યો અને 13 મિનિટ પછી 3.1ની તીવ્રતાનો ચોથો ભૂકંપ આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X