Earthquake in Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા મપાઈ 4.9
Earthquake in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આંચકાના કારણે સવારે અચાનક પોતાના ઘરોમાં સૂઈ રહેલા લોકો ભયભીત થઈ ગયા હતા.
સલામત સ્થળની શોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે જ સમયે, નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા સાથે નોંધવામાં આવ્યો હતો.

છેલ્લા બે વર્ષમાં બારામુલ્લામાં ઘણી વાર ભૂકંપ આવ્યો. જેમાં જૂન 2024માં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જુલાઈ 12, 2024માં 5 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલ 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ નોંધાયો. વળી, 8 મે 2023ના રોજ 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર બારામુલ્લા હતું.
ભૂકંપ સલામતી ટિપ્સ
સુરક્ષિત સ્થાન પર જાઓઃ દરવાજા નીચે, ટેબલ નીચે અથવા ફર્નિચરના મજબૂત ટુકડા નીચે આશ્રય લો.
સાવધાની રાખો: ખુલ્લા મેદાનમાં જાઓ, જ્યાં વૃક્ષો, પાવર લાઇન અથવા ઇમારતો ન હોય.
બિલ્ડિંગના ખૂણામાં રહો: જો તમે બહાર ન નીકળી શકો, તો રૂમના ખૂણામાં ઊભા રહો.
ધરતીકંપ પહેલા આ તૈયારી કરો
ઈમરજન્સી કીટ તૈયાર રાખો: પાણી, ખાદ્યપદાર્થો, પ્રાથમિક સારવાર, ટોર્ચ અને બેટરી જેવી વસ્તુઓ રાખો.
સૂચનાઓનું પાલન કરો: સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા સૂચનાઓનું પાલન કરો અને ભૂકંપ ચેતવણી એપનો ઉપયોગ કરો. ધરતીકંપ જેવી આપત્તિઓ દરમિયાન શાંત રહેવું અને સલામત સ્થળ શોધવું ખૂબ જ જરૂરી છે.
રિક્ટર સ્કેલની વિનાશની અસર
0થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફથી જ જાણી શકાય.
2થી 2.9 - હળવુ કંપન
3 થી 3.9 - તમારી નજીકથી પસાર થતી ટ્રક જેવી અસર
4થી 4.9- વિન્ડોઝ તૂટી શકે છે અને દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
5થી 5.9 - ફર્નિચર હલી શકે છે.
6થી 6.9 - ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 - ઇમારતો ધરાશાયી. ભૂગર્ભમાં પાઈપો ફૂટી જાય.
8થી 8.9 - ઇમારતો અને મોટા પુલ પણ તૂટી પડે છે. સુનામીનો ખતરો.
9 અને તેથી વધુ - સંપૂર્ણ વિનાશ, જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ડોલતી જોશે.












Click it and Unblock the Notifications
