અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા, સિયાંગમાં આવ્યો 4.0ની તીવ્રતાનો આંચકો
Earthquake: અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પેંગિન શહેરમાં સવારે 8.50 કલાકે રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી(NCS)એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ટ્વિટમાં કહ્યુ કે 28-07-2023ના રોજ 08:50:36 IST પર 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેની અક્ષાંશ: 30.01 અને રેખાંશ: 94.48 હતી. વળી, ઊંડાઈ: 10 કિમી અને સ્થાન: ભારત, અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશથી 221 કિમી દૂર હતુ.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, અગાઉ 22 જુલાઈએ રવિવારે સવારે અરુણાચલ પ્રદેશના તવાંગમાં રિક્ટર સ્કેલ પર 3.3 માપનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસના જણાવ્યા અનુસાર, ભૂકંપ સવારે 6.56 વાગ્યે આવ્યો હતો, અરુણાચલ પ્રદેશમાં 5 કિમીની ઊંડાઈએ 3.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો.
NCS એ ટ્વિટ કર્યું, "22-07-2023 ના રોજ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.06:56:08 IST, અક્ષાંશ: 27.44 અને રેખાંશ: 92.51, ઊંડાઈ: 5 કિમી, સ્થાન: તવાંગ, અરુણાચલ પ્રદેશ, ભારત".












Click it and Unblock the Notifications
