હિમાચલ પ્રદેશના મંડી આસપાસ ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ!
છેલ્લા કેટલાક દિવસથી ભારતના વિવિધ ભાગોમાં સતત ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હવે હિમાચલ પ્રદેશના મંડી આસપાસ ભુકપના આંચકા અનુભવાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારતના વિવિધ ભાગોમાં સતત ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હવે હિમાચલ પ્રદેશના મંડી આસપાસ ભુકપના આંચકા અનુભવાયા છે.

મળતી વિગતો અનુસાર, હિમાચલ પ્રદેશના મંડીથી 27 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં આ ભુકંપ અનુભવાયો છે. આ ભૂકંપનો આંચકો લગભગ રાત્રે 9.32 કલાકે નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી. આ ભુકંપનું કેન્દ્ર બિંદુ જમીનમાં 5 કિલોમીટર નીચે છે.
સમચાાર મળી રહ્યા છે ત્યાં સુધી હજુ કોઈપણ પ્રહારની જાનહાનિના કોઈ સમાચાર નથી. અહીં તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગોમાં સતત ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
આ પહેલા અરૂણાચલ પ્રદેશ, દિલ્હી અને પંજાબમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સાથે સાથે છેક નેપાળ સુધી ભુકંપના આંચકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
