આસામમાં ભુકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ
આસામના નાગાંવ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભયા છે. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.
નવી દિલ્હી : તુર્કી અને સિરિયામાં ભયાનક ધરતીકંપમાં હજારો લોકોના જીવ ગયા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં પણ વિવિધ જગ્યાએ ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હવે ભારતમાં વધુ એક રાજ્યમાંથી ભુકંપના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, આસામમાં ભુકંપના આંચકા અનુભવાયા છે.

મળી રહેલી વિગતો અનુસાર, આસામના નાગાંવ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભયા છે. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. સમાચાર અનુસાર, ભૂકંપ સાંજે 4 વાગ્યે 18 મીનિટ આસપાસ અનુભવાયો હતો. આ મુદ્દે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આસામના નાગાંવમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
આ દિવસોમાં દુનિયાભરમાંથી ભૂકંપ સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ તુર્કી અને સિરિયામાં ભૂકંપના જોરદાર આંચકાએ લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. અહીં હજારો લોકોના મોત થયા છે. હાલમાં જ સુરતમાં પણ સામાન્ય આંચકા અનુભવાયા હતા.અહીં ભૂકંપના આંચકા બાદ લાંબા સમય સુધી લોકોમાં અરાજકતા જોવા મળી હતી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, શનિવારે સુરત જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર સુરતથી લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.












Click it and Unblock the Notifications
