દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.2 ની તિવ્રતા મપાઈ
દેશની રાજધાની દિલ્હીમાં ભુકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. દિલ્હી એનસીઆર અને નોઈડા સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.2 અને તેનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 38 કિલોમીટર દૂર ભૂગર્ભમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. યુપી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આ પહેલા પણ બપોરે 2.25 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ પણ હતું. આ આંચકાની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. ઉત્તરાખંડ અને યુપી કેટલાક ભાગોમાં તે અનુભવાયા હતા.
શ્રાવસ્તીમાં બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 હતી. આ સિવાય ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નોઈડામાં જોરદાર ભૂકંપ બાદ અનેક સોસાયટીઓમાં લોકો બહાર આવી ગયા હતા. ભૂકંપ બાદ સોસાયટીમાંથી બહાર નીકળેલા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સોસાયટીમાં રહેતા લોકો પોતાના બાળકો સાથે પરિસરમાંથી બહાર આવી ગયા હતા.












Click it and Unblock the Notifications
