ભૂકંપ : દિલ્હી, નોયડા અને ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂંકપના આંચકા

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી, એનસીઆરમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબના કેટલાક વિસ્તાર સમેત એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો તેમના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે 10:33 PM ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં 5.6 રિચર સ્કેલનો ભૂંકપ અનુભવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરાખંડના પીપલકોટીમાં છે.

earthquake

ત્યારે હાલ તો લોકો અચાનક જ આવેલા આ ભૂકંપ બાદ રસ્તા પર આવી ગયા છે. અને સમગ્ર જગ્યાએ ડરનો માહોલ છે. નોંધનીય છે કે ભૂકંપના આ આંચકા સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવવામાં આવ્યા હતા. ત્યારે ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર પરિવાર સમેત દોડી આવ્યા હતા.

ઉત્તરાખંડ સમેત દિલ્હીમાં આવેલ આ તીવ્ર ભૂકંપના આંચકા બાદ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ભૂકંપની રિપોર્ટ માંગી છે. અને NDRFને પણ હાઇ એલર્ટમાં તૈયાર રાખવામાં આવ્યું છે. જેથી કરીને આવા સમયે થયેલી કોઇ પણ દુર્ધટના સામે ત્વરિત પગલાં લઇ શકાય.

Read also: ભૂકંપને લઇને 10 રોચક વાત જાણો અહીં

English summary
Earthquake tremors felt in Delhi, Noida, Uttarakhand.
Please Wait while comments are loading...