બંગાળ, બિહાર અને આસામમાં અનુભવાયા ભૂકંપના આંચકા

બંગાળ-બિહાર અને આસામમાં અનુભવાયા ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ બુધવારે સવારે પશ્ચિમ બંગાળ અને બિહારની ધરા ધ્રૂજી હતી. સમગ્ર વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જલપાઈગુડી, અરરિયામાં પણ ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા હતા. ઉપરાંત અલીપુરદ્વારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 30 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. જ્યારે સિલીગુડીમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર આસામના સપતગ્રામમાં હતું જ્યારે રિક્ટર સ્કેલ પર તેની 5.5ની તીવ્રતા નોંધાઈ હતી.

earthquake

માલદા, પૂર્ણિયા, મુંગેરમાં ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા. જો કે આમાં કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાન નહોતું થયું. ભૂકંપનું કેન્દ્ર જમીનની 10 કિમી અંદર હતું. બંગાળ, બિહાર અને આસામના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના ઝટકા લાગ્યા બાદ લોકો પોતાના ઘરેથી બહાર નિકળવા લાગ્યા હતા.

અગાઉ આજે જમ્મુ અને કાશ્મીરમાં સવારે અંદાજીત 5.15 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. જ્યારે દિલ્હીમાં 24 કલાકમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી. જો કે કોઈપણ પ્રકારની જાનમાલને હાની થઈ હોવાના અહેવાલ નથી મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X