જળપ્રલય બાદ ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા
દેહરાદૂન, 27 જૂન : ઉત્તરાખંડમાં હજી તો જળપ્રલય દ્વારા થયેલી તબાહીમાંથી ઉગરી શકાયું નથી અને બીજી સમસ્યાઓ સામે આવી રહી છે. એક તરફ બચાવકામગીરી તેના અંતિમ ચરણમાં છે અને ખરાબ હવામાનના કારણે તેમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે, હજી પણ 1800 જેટલા લોકો ફસાયેલા છે. આ બધાની વચ્ચે ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકાઓના સમાચારે સૌને અચંબામાં નાખી દીધા છે.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ગુરુવારે હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે તે હળવા ઝટકા હતા, પરંતુ આ સમયે રાજ્ય જે રીતે કુદરતનો કહેરમાંથી પસાર થઇ રહ્યું છે તેનાથી ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂરના આજે 13માં દિવસે પણ ઉત્તરાખંડમાં આજે સવાર સુધી 5 હજાર જેટલા લોકો ફસાયેલા હોવાના સમાચાર હતા. જે હવે માત્ર 1800 જ રહ્યા છે, માટે બચાવકામગીરી પૂર્ણ થવાના આરે છે.












Click it and Unblock the Notifications
