For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુટકા ખાવ, દારુ પીવો કે આયોડેક્સ ખાવ પરંતુ પાણી જરુર બચાવોઃ ભાજપ સાંસદનો નવો વીડિયો વાયરલ

ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશના રીવાના સાંસદ જનાર્દન મિશ્રાએ જળ સંરક્ષણ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લોકોને વિચિત્ર સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશના રીવાના સાંસદ જનાર્દન મિશ્રાએ જળ સંરક્ષણ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લોકોને વિચિત્ર સલાહ આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જનાર્દન મિશ્રાએ આવુ પહેલી વાર નથી કર્યુ. આ પહેલા પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કોઈ હાથમોજા પહેર્યા વિના હાથેથી ટૉયલેટની સફાઈ કરી રહ્યા હતા.

ગુટકા ખાવ, દારુ પીવો પરંતુ પાણી બચાવો.

ગુટકા ખાવ, દારુ પીવો પરંતુ પાણી બચાવો.

વીડિયોમાં જનાર્દન કહી રહ્યા છે કે ગુટકા ખાવ, દારુ પીવો પરંતુ પાણી બચાવો. તમને જણાવી દઈએ કે રવિવારે રીવાના કૃષ્ણરાજ કપૂર સભાગારમાં જળ સંરક્ષણ પર આયોજિત એક કાર્યક્રમમાં જનાર્દન મિશ્રાએ કહ્યુ, 'પૃથ્વીની નીચેથી પાણી સતત ઘટી રહ્યુ છે. જેને બચાવવુ ખૂબ જ જરૂરી છે. ભલે તમે ગુટકા ખાઓ, દારૂ પીવો, થિનર કે સૉલ્યુશન સૂંઘો કે પછી આયોડેક્સ ખાવ પરંતુ પાણીનુ મહત્વ સમજો. જો કોઈ પણ સરકાર પાણી પરનો વેરો માફ કરવાની જાહેરાત કરે તો તેમને કહો કે અમે પાણીનો વેરો ચોક્કસ ભરીશુ. જો તમે ઇચ્છો તો બાકીના તમામ ટેક્સ, વીજળીના બિલ માફ કરો.'

ટૉયલેટ સાફ કરવાનો વીડિયો પણ થયો હતો વાયરલ

જનાર્દન મિશ્રાનો એક વીડિયો આ પહેલા સપ્ટેમ્બરમાં પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જનાર્દન મિશ્રા તેમના સંસદીય ક્ષેત્રની ગર્લ્સ કોલેજની અંદર ગ્લવ્ઝ પહેર્યા વિના શૌચાલય સાફ કરતા જોવા મળ્યા હતા. જ્યારે તેમણે ગંદુ ટૉયલેટ જોયુ તો પોતાના હાથે સાફ કરવાનુ શરુ કરી દીધુ. જનાર્દન મિશ્રાએ ન તો બ્રશનો ઉપયોગ કર્યો અને ન તો હાથમાં મોજા પહેર્યા. આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો હતો. 22 સપ્ટેમ્બરના રોજ જનાર્દન મિશ્રાએ આ કોલેજમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

જણાવ્યુ હતુ કારણ

જણાવ્યુ હતુ કારણ

જનાર્દન મિશ્રાને જ્યારે આ વીડિયોને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, 'દરેક વ્યક્તિએ સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ જોઈએ. મહાત્મા ગાંધીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તમામ નેતાઓએ દેશવાસીઓને સ્વચ્છતા રાખવાનો સંદેશો આપ્યો છે. લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે મે જાતે જ તે ગંદા શૌચાલયની સફાઈ કરી છે. આ પહેલા વર્ષ 2018માં જનાર્દન મિશ્રાનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પોતે ટૉયલેટ સાફ કરી રહ્યા હતા.

English summary
Eat gutka, drink alcohol but save water: BJP MP's new video goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X