For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી માટે તારીખોનુ ચૂંટણી પંચે કર્યુ એલાન

રાજ્યસભાની ખાલી પડેલી પેન્ડીંગ સીટોની ચૂંટણી માટે ચૂંટણી પંચે મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભાની ખાલી પડેલી પેન્ડીંગ સીટોની ચૂંટણી માટે ચૂંટણી પંચે મોટુ એલાન કર્યુ છે. ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાજ્યસભાની જે સીટો ખાલી છે અને તેના માટે ચૂંટણી પેન્ડીંગ છે એ બધી સીટોની 19 જૂને ચૂંટણી કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી થવાની છે જેને 19 જૂને કરાવવામાં આવશે. વાસ્તવમાં આ બધી સીટો પર કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉનના કારણે ચૂંટણી થઈ શકી નહોતી. પરંતુ હવે જે રીતે લૉકડાઉનમાં તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવી રહી છે અને સ્થિતિ સામાન્ય તરફ જઈ રહી છે તેને જોતા ચૂંટણી પંચે આ સીટો પર ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે.

ec

ચૂંટણી પંચ તરફથઈ આ બાબતે નોટિફિકેશન જારી કરીને માહિતી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાનની 18 રાજ્યસભા સીટો પર 19 જૂને ચૂંટણી થશે. આ બધી સીટો પર મતદાન બાદ મતોની ગણતરીને 19 જૂનની સાંજે 5 વાગ્યા સુધી પૂરી કરી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશની 4 સીટ, ગુજરાતની 4 સીટ, ઝારખંડની 2 સીટ, મધ્ય પ્રદેશની 3 સીટ, મણિપુરની 1 સીટ, મેઘાલયની 1 સીટ, રાજસ્થાનની 3 સીટો પર 19 જૂને મતદાન થશે. આ બધી સીટો માટે 19 જૂને સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે જ્યારે સાંજે 4 વાગ્યા સુધી આ પ્રક્રિયાને પૂરી કરી લેવામાં આવશે.

અનલૉક 1: ઓરિસ્સામાં બધા ધાર્મિક સ્થળો રહેશે બંધ, સરકારે જારી કરી ગાઈડલાઈનઅનલૉક 1: ઓરિસ્સામાં બધા ધાર્મિક સ્થળો રહેશે બંધ, સરકારે જારી કરી ગાઈડલાઈન

English summary
EC announces date of Rajya Sabha elections pending seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X