For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પર ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 2 મેએ મતગણતરીના દિવસે કે તે પછી વિજય સરઘસો પર પ્રતિબંધ

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારત ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારત ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ઘોષણા કરી છે કે 2 મેથી વિધાનસભા ચૂંટણીની જીતની ઉજવણી પર પ્રતિબંધ હશે. એટલે કે જે પશ્ચિમ બંગાળ, કેરળ સહિત જે 5 રાજ્યોમાં ચૂંટણી થઈ છે તેમના પરિણામ 2મેના રોજ આવવાના છે. પરંતુ કાઉન્ટીંગ શરૂ થયા બાદ રાજકીય પાર્ટીઓ ચૂંટણી બાદ ઉજવણી, રેલી, વિજય સરઘસો વગેરે કાઢી શકશે નહિ. ચૂંટણી બાદની આ બધી ગતિવિધિઓ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે. જલ્દી તેના માટે વિસ્તૃત આદેશ જારી કરવામાં આવશે.

EC

કોરોના કાળમાં પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કાાં ચૂંટણી કરાવવા અંગે છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પંચની ઘણી ટીકા થઈ છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થઈ છે. જેના પરિણામ 2મે ના રોજ ઘોષિત થવાના છે. આ પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ચૂંટણી ખતમ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં એક તબક્કાનુ વોટિંગ બાકી છે જે 29 એપ્રિલે થવાનુ છે. એવામાં ચૂંટણી પંચે આ મોટો નિર્ણય કર્યો છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે ચૂંટણી પ્રચાર, રેલીઓ અને રોડ શો ના બંધ કરવા માટે ચૂંટણી પંચની જોરદાર ટીકા થઈ છે. મદ્રાસ હાઈકોર્ટે આના પર સુનાવણી કરીને ચૂંટણી પંચને ફટકાર લગાવી છે. મદ્રાસ હાઈકોર્ટેકહ્યુ કે દેશમાં કોરોના વાયરસને ફેલાવવા માટે ચૂંટણી પંચ એકલુ જવાબદાર છે.

દેશમાં કોરોનાના 3.23 લાખથી વધુ નવા કેસ, 2771 લોકોએ તોડ્યો દમદેશમાં કોરોનાના 3.23 લાખથી વધુ નવા કેસ, 2771 લોકોએ તોડ્યો દમ

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ બેનર્જીએ તો એ પણ કહ્યુ કે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ નોંધાવો જોઈએ. હાઈકોર્ટે કહ્યુ છે કે ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓની રેલીઓ અને ચૂંટણી સભાઓ કરવાની અનુમતિ આપીને કોરોનાને વધુ ફેલાવાનો મોકો આપ્યો છે.

English summary
EC ban victory precessions after vote counting on 2 May due to Covid-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X