• search

ચૂંટણી પંચ સમય કરતા વહેલી ચૂંટણી માટે તૈયાર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    election-commission-of-india
    નવી દિલ્હી, 29 જુલાઇ : દેશમાં તમામ નાના મોટા રાજકીય પક્ષોએ જે રીતે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તે જોતા એવી અટકળોને બળ મળ્યું છે કે લોકસભા ચૂંટણી 2014 સમય કરતા વહેલી યોજાશે. આ સાથે ચૂંટણી પંચ (ઇસી)એ પણ સમય કરતા વહેલી ચૂંટણી યોજાય તો પણ તેને યોજવાની સક્ષમતા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    ચૂંટણી પંચે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે વધારાના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) માટે ઓર્ડર આપી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે અંદાજે બે લાખ વોટિંગ મશીનો માટે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને નવા ઓર્ડર આપી દીધા છે. કારણ કે ઇવીએમની વર્તમાન સંખ્યા પાંચ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી સાથે યોજાય તો પૂરતા થઇ રહે તેટલી સંખ્યામાં નથી.

    ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "આ વર્ષના અંતમાં લોકસભા અને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે વર્તમાન સમયમાં ઉપલબ્ધ 14 લાખ ઇવીએમ પૂરતા નથી. આ માટે અમે ઇવીએમ માટે નવા ઓર્ડર આપ્યા છે."

    સૂત્રોએ જણાવ્યું કે આ ઓર્ડર જાહેર ક્ષેત્રની ભેલ અને ઇસીઆઇએલને આપવામાં આવ્યો છે. આ ઓર્ડર સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં પૂરા કરવામાં આવે એવી શક્યતા છે. વર્તમાન સમયમાં આયોગ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે.

    તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચે એક સાથે ચૂંટણીઓ યોજવા માટે અંદાજે 16 લાખ ઇવીએમની જરૂર હશે. 14 લાખ ઇવીએમમાંથી અડધા વર્ષ 2006 પહેલા ખરીદવામાં આવ્યા હતા. આ વર્ષના અંતમાં દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી યોજવાની છે.

    English summary
    EC ready for premature elections

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more