For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચ મોદીના જવાબથી અસંતુષ્ટ, સંભાળીને બોલવા આપી સૂચના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: ચૂંટણી પંચે નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી 'ખૂની પંજા'વાળી ટિપ્પણી પર ચૂંટણી પંચને આપલા ખુલાસાને પંચે નામંજૂર કરીને ભાજપાને મોટો ઝટકો આપ્યો છે.

પંચે મોદીને ભવિષ્યમાં સાર્વજનિક રીતે ભાષણ કરતી વખતે સંભાળીને બોલવાની શીખામણ આપી છે. મોદીની ટિપ્પણી પણ સંજ્ઞાન લઇ પંચે જણાવ્યું કે આચાર સંહિતાનો ભંગ બદલ મોદીને આપેલી નોટિસના જવાબથી અમે સંતુષ્ટ નથી.

ચૂંટણી પંચે મોદીને જણાવ્યું કે રાજનૈતિક વિપક્ષોના સંદર્ભમાં 'ખૂની પંજા', 'જાલિમ હાથ' જેવી ટિપ્પણીઓ શાલીન રાજનૈતિક વક્તવ્ય અનુરૂપ ઘાતક ગણાય છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં જણાવ્યું કે મામલાના તથ્યો અને પરિસ્થિતિઓ તથા સંદર્ભ અંતર્ગત આપના દ્વારા પોતાના જવાબમાં આપવામાં આવેલ તર્કોને લઇને પંચ પોતાનો અસંતોષ વ્યક્ત કરે છે, અને આશા રાખે છે કે ભવિષ્યમાં આપ પોતાના સાર્વજનિક સંવાદ દરમિયાન વધારે સાવધાન રહેશો. કોંગ્રેસે મોદીની ટિપ્પણીઓને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કારણ કે હાથ તેનું ચૂંટણી ચિહ્ન છે.

narendra modi
પંચે ત્રણ પાનાના આદેશમાં નેતાઓ પર વ્યક્તિગત હુમલાઓના મામલામાં સાર્વજનિક સંવાદની ભાષાને લઇને પોતાની ચિંતા તથા કડક કાયદાઓનું પાલન કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો છે અને મોદીને જણાવ્યું છે કે પંચ આપના વલણનો સ્વીકાર નથી કરતું.

ચૂંટણી પંચે જણાવ્યું કે પંચનું માનવું છે કે રાજનૈતિક દળોની નીતિઓ, કાર્યક્રમો અને પાછલા રેકોર્ડની ટિકા કરતી વખતે અભિવ્યક્તિ અને કથન, પછી ભલે બોલચાલની ભાષામાં ઉપયોગમાં લેવામાં આવ્યું હોય, એવું હોવું જોઇએ જેમાં શાલીનતા, ગરિમા અને સાર્વજનિક નૈતિકતા કાયમ રહે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે આપની લઢણ, ઉદ્દેશ્ય અને 'ખૂની પંજા' તથા 'જાલિમ હાથ' શબ્દના ઉપયોગને આપના આખા ભાષણના પરિપ્રેક્ષ્યમાં વાચવામાં આવે તો માલૂમ પડે છે કે તે ફરિયાદી પાર્ટી અને તેના ચૂંટણી ચિહ્નના સંદર્ભમાં છે, આ આદર્શ આચાર સંહિતાના પ્રાવધાનોનું ઉલ્લંઘન છે.

English summary
Election Commission refuses to buy Narendra Modi logic on khooni panja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X