For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ધામાં પીએમ મોદીના ભાષણની કોંગ્રેસે કરી ફરિયાદ, EC એ માંગ્યો રિપોર્ટ

ચૂંટણી કમિશને મહારાષ્ટ્રના વર્ધામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભાષણ વિશે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસે તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી કમિશને મહારાષ્ટ્રના વર્ધામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભાષણ વિશે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસે તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસે પીએમ મોદીના વર્ધામાં અપાયેલા ભાષણ પર ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે શુક્રવારે ચૂંટણી કમિશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસને આરોપ છે કે પીએમ મોદીએ વાયનાડથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણય પર ટિપ્પણી કરી હતી.

pm modi

કોંગ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે પીએમ મોદીનું ભાષણ નફરત ફેલાવનારુ અને વિભાજનકારી છે. સૂત્રો મુજબ કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી કમિશને મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. લોકસભા ચૂટણી માટે પ્રચારમાં લાગેલા પીએમ મોદી એક એપ્રિલના રોજ મહારાષ્ટ્રના વર્ધામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે દેશના કરોડો લોકો પર હિંદુ આતંકવાદનો ડાઘ લગાવવા અને હિંદુઓને અપમાનિત કરવાનું પાપ કર્યુ છે. તેમણે કહ્યુ કે જેને કોંગ્રેસે આતંકવાદી કહ્યા હતા તે હવે જાગી ચૂક્યા છે એટલા માટે કોંગ્રેસના નેતા મેજોરિટીથી ભાગીને માઈનોરિટીવાળી સીટમાં શરણ લેવા માટે મજબૂર બની ગયા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ, 'આપણી 5 હજાર વર્ષથી પણ વધુ જૂની સંસ્કૃતિને બદનામ કરવાનું પાપ કોંગ્રેસે કર્યુ છે. હિંદુ આતંકવાદ શબ્દ કોણ લાવ્યુ તમારે એ ધ્યાન રાખવાનું છે. તમે મને બતાવો કે જ્યારે તમે હિંદુ આતંકવાદ શબ્દ સાંભળ્યો ત્યારે તમને ઉંડો ઘા લાગ્યો હતો કે નહિ. હજારો વર્ષોના ઈતિહાસમાં હિંદુ ક્યારેય આતંકવાદ કરે એવી એક પણ ઘટના નથી. અંગ્રેજી ઈતિહાસકારઓએ પણ ક્યારેય હિંદુ હિંસક હોઈ શકે છે એ વાતનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો.'

આ પણ વાંચોઃ શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી

English summary
EC Seeks report from Maharashtra Election Officers on PM Modi's Speech in Wardha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X