મેહુલ ચોકસી પર EDની મોટી કાર્યવાહી, 1217 કરોડની 41 સંપત્તિ જપ્ત

Posted By:
Subscribe to Oneindia News

દેશની બીજી મોટી બેંક પીએનબીમાં થયેલા 11500 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી તેવા નિરવ મોદી અને મેહુલ ચોકસી પર ઇડી સતત તેની પકડ મજબૂત કરી રહી છે. ઇડીએ ગુરુવારે મેહુલ ચોકસી અને તેની સાથે જોડાયેલી કંપનીના 1217.20 કરોડ રૂપિયાની 41 સંપત્તિઓ જપ્ત કરી દીધી છે. મેહુલ ચોકસીની જે સંપત્તિઓ છે જેમ કે મુંબઇમાં 15 ફ્લેટ, 17 ઓફિસ, આંધ્ર પ્રદેશ અને મૈસર્સ હૈદરાબાદ જેમ્સ, કોલકત્તામાં એક શોપિંગ મોલ, અલીબાગમાં એક ફાર્મ હાઉસ અને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક 231 એકડની જમીન તેને જપ્ત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા ગત સોમવારે પણ નિરવ મોદી અને મેહુલ ચોકસીની ફર્મના 10થી વધુ એક્ઝીક્યૂટીવ વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યૂલર જાહેર કરવામાં આવ્યો હતો.

mahul

સીબીઆઇએ ઓછામાં ઓછી પાંચ અન્ય બેંકો એક્સિસ બેંક, ઇલ્હાબાદ બેંક, ભારતીય સ્ટેટ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાથી જાણકારી આપવાની અને તેમના આંતરાષ્ટ્રીય ડિવીઝનથી કેટલું દેવું લેવામાં આવ્યું છે. તે પણ જણાવવા કહ્યું છે. સુત્રો મુજબ જે બેંકોએ એલઓયુ જાહેર કર્યા છે તેમની પાસેથી આ જાણકારી માંગવામાં આવી છે. અને બેંકોની વિદેશમાં જે શાખા છે તેમાં પણ એજન્સી તપાસ કરી કાગળિયા મંગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે EDએ નિરવ મોદી સામે પણ 21 અચલ સંપત્તિઓને પણ અટેચ કરવામાં આવી છે. આ સંપત્તિઓની કિંમત પણ 523.72 કરોડ રૂપિયા છે. આ તમામ કંપનીઓ નિરવ મોદી અને તેના નિયંત્રણ વાળી કંપની છે. ઇડીએ નિરવની સંપત્તિઓમાં અલીબાગ સ્થિત ફાર્મ હાઉસ, સોલર પાવર પ્લાન્ટ, અહમદનગર સ્થિત 135 એકડ જમીન, મુંબઇ અને પુણે સ્થિત રહેણાંક અને ઓફિસ સંપત્તિઓ સામેલ છે. શુક્રવારે પણ નીરવ મોદીની લગભગ 30 કરોડ રૂપિયાના બેંક બેલેન્સની ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આમ ભારતીય સરકાર દ્વારા આ બંન્ને લોકોની મુશ્કેલીઓ વધારવામાં આવી હતી.

English summary
ED attaches 41 properties worth Rs 1217.20 crore of Mehul Choksi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.