For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB કૌભાંડઃ થાઈલેન્ડમાં મેહુલ ચોક્સીની 13 કરોડની સંપત્તિ જપ્ત

PNB કૌભાંડઃ થાઈલેન્ડમાં મેહુલ ચોક્સીની કરોડોની સંપત્તિ જપ્ત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક પાસેથી હજારો કરોડોની લોન લઈને ફરાર થયેલ મેહુલ ચોક્સીની થાઈલેન્ડ સ્થિત 13 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ કહ્યું કે તેમણે મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત એબીક્રેસ્ટ લિમિટેડને સીઝ કરી છે. થાઈલેન્ડ સ્થિત એબ્રીક્રેસ્ટ લિમિટેડ મેહુલ ચોક્સીની ગીતાંજલી ગ્રુપની જ કંપની છે. ઈડીએ કહ્યું કે પીએમએલએ અંતર્ગત તપાસમાં જાણવા મળ્યું છે કે થાઈલેન્ડ સ્થિત એબ્રીક્રેસ્ટ લિમિટેડ કંપનીને પીએનબી દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર 92.3 કરોડ રૂપિયાના એલઓયૂથી આ કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો.

mehul choksi

તપાસ દરમિયાન આ વિદેશી સંપત્તિની ઓળખ કરવામાં આવી અને તેના માલિકીના ઠોસ સબૂત એકઠાં કર્યા બાદ ઈડીએ નિવેદન જાહેર કરી ચોક્સીની સંપત્તિને સીઝ કરવાની વાત કહ છે, જેની કુલ કિંમત 13.14 કરોડ રૂપિયા છે. ઈડી આ મામલાને ધન શોધન રોકથામ કાનૂન અંતર્ગત તપાસ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું કે ઈડી તપાસકર્તા વિદેશની આ સંપત્તિની કુર્કીની કાનૂન ઔપચારિકતા માટે બહુ જલદી લેટર્સ રોગેટરીઝ પ્રાપ્ત કરી લેશે.

ઉલ્લેખનીય છે કે પીએનબીમાં 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાજ ચોક્સી, તેનો ભત્રીજો અને હીરા વેપારી નીરવ મોદી વિરુદ્ધ અપરાધિક કાયદા અંતર્ગત મુકદમો ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ બ્રિટિશ અધિકારીઓએ ભારત સરકારને કહ્યું હતું કે નીરવ મોદી બ્રિટન રહી રહ્યા છે. જ્યારે ચોક્સી પહેલાથી જ એન્ટીગુઆની નાગરિકતા લઈ ચૂક્યો હતો.

આ પણ વાંચો- 'RCOM દેવું ના ચૂકવે તો અનિલ અંબાણીને જેલમાં નાખો'

English summary
ED attaches Mehul Choksi's Thailand property worth Rs 13 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X