ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 218 કરોડની સંપત્તિ જપ્ત કરી

ઈડીએ પીએનબી ઘોટાળાનાં પ્રમુખ આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સી, મિહિર ભંસાલી અને અન્ય આરોપીઓની 218.46 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી લીધી છે.

ઈડીએ પીએનબી ઘોટાળાનાં પ્રમુખ આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સી, મિહિર ભંસાલી અને અન્ય આરોપીઓની 218.46 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી લીધી છે. અન્યમાં ભંસાલી અને એપી જેમ્સ એન્ડ જવેલરી પાર્ક કંપનીની પ્રોપર્ટી શામિલ છે. આ પહેલા પણ ઈડીએ નીરવ મોદી, તેના ભાઈ અને અન્ય લોકોની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિ ભારત સહીત અન્ય ચાર દેશોમાં આવેલી છે.

mehul choksi

ઈડી ઘ્વારા આ કાર્યવાહી પીએમએલએ કોર્ટમાં હાજર નહીં થવા પછી કરવામાં આવી છે. કોર્ટ ઘ્વારા ઘોટાળાનાં મુખ્ય આરોપી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ ગેર જામીન વોરંટ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે ભંસાલી નીરવ મોદીની નજીક છે. ઇન્ટરપોલે થોડા દિવસ પહેલા તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કર્યું હતું. ઈડી 13 હજાર કરોડ કરતા પણ વધારે મોટા ઘોટાળામાં મની લોન્ડરિંગ અંગે તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: મેહુલ ચોક્સીએ વીડિયો જાહેર કર્યો, કહ્યું બધા આરોપો ખોટા છે

પંજાબ નેશનલ બેંક ઘોટાળાનાં આરોપી મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રત્યનો ચાલુ છે. ત્યાં જ મેહુલ ચોક્સીએ પોતાને રાજનીતિનો શિકાર ગણાવ્યો છે. પીએનબી ઘોટાળામાં ફરાર થયેલા આરોપી મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક સરળ શિકાર છે કારણકે ભારત સરકાર માટે ઘોટાળા મામલે બીજા આરોપીઓને યુકે જેવા દેશથી પાછા લાવવું અસંભવ લાગી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X