For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેહુલ ચોક્સીએ વીડિયો જાહેર કર્યો, કહ્યું બધા આરોપો ખોટા છે

મેહુલ ચોક્સીએ એક સવાલના જવાબમાં કહ્યું કે ઈડી ઘ્વારા લગાવવામાં આવેલા બધા જ આરોપો ખોટા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક ઘોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ પોતાને રાજનીતિનો શિકાર ગણાવતા કહ્યું કે ભારત સરકાર માટે ઘોટાળા મામલે બીજા આરોપીઓને યુકે જેવા દેશથી પાછા લાવવું અસંભવ લાગી રહ્યું છે, એટલા માટે તેને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. મંગળવારે મેહુલ ચોકસીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેને પોતાનો પક્ષ રાખ્યો છે.

બધા જ આરોપો ખોટા છે.

બધા જ આરોપો ખોટા છે.

મેહુલ ચોક્સીએ એક સવાલના જવાબમાં કહ્યું કે ઈડી ઘ્વારા લગાવવામાં આવેલા બધા જ આરોપો ખોટા છે. મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કોઈ પણ આધાર વિના તેની સંપત્તિ જપ્ત કરી છે.

પાસપોર્ટ રદ થવાના સંબંધમાં સવાલ

પાસપોર્ટ રદ થવાના સંબંધમાં સવાલ

મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ થવાના સંબંધમાં સવાલ પૂછવા પર જણાવ્યું કે તેમને એક ઈમેલ ઘ્વારા સૂચના આપવામાં આવી હતી કે સુરક્ષા કારણોથી તેમનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. જયારે મુંબઈ કાર્યાલયને આ આદેશ રદ કરવાની માંગ કરી ત્યારે તેમને કોઈ પણ કારણ જણાવવામાં આવ્યું નહીં. તેમને એવું પણ નથી જણાવ્યું કે આખરે હું કઈ રીતે ભારત માટે ખતરો છું.

મારી સંપત્તિ લઈને જેને આપવા માંગે તેને આપી શકે છે

મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએનબી સાથે તેનો બે દશકા જૂનો સંબંધ છે. તેને જણાવ્યું કે તેની બધી જ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે હવે તેની પાસે આપવા માટે કઈ પણ નથી બચ્યું. તેઓ મારી સંપત્તિ લઈને જેને આપવા માંગે તેને આપી શકે છે કારણકે હું એવી કોઈ જ હાલતમાં નથી કે સેટલમેન્ટ વિશે વાત કરું.

રેડ કોર્નર નોટિસ

રેડ કોર્નર નોટિસ

આ પહેલા સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ ખુબ જ આયોજનપૂર્વક ભારતથી બહાર ભાગવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેમનું પાછું આવવું ખુબ જ મુશ્કિલ બની ગયું છે. હાલમાં સીબીઆઈ ઘ્વારા ઇન્ટરપૉલને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરે. મેહુલ ચોક્સી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના વિરુદ્ધ આરોપો રાજનીતિથી પ્રેરિત છે, જેનો સીબીઆઈ ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

English summary
PNB Scam accused Mehul Choksi says, all the allegations leveled by ED are false and baseless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X