For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EDને મળ્યા નિરવ મોદીના સ્ટીલના 176 કબાટ, 30 કરોડનું બેંક બેલેન્સ ફ્રીઝ

શુક્રવારે નિરવ મોદીના લગભગ 30 કરોડ રૂપિયાના બેંક બેલેન્સ ફ્રીઝ કર્યા. આ સિવાય ઇડીએ નિરવ મોદીની કંપનીના 13.86 કરોડ રૂપિયાની કિંમતના શેર પણ ફ્રિઝ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજકારણમાં ભૂકંપ લાવનાર અને બેંકિગ ક્ષેત્રે પીએનબી બેંકમાં 11400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર નિરવ મોદી પર હવે ઇડી સખત કાર્યવાહી કરી રહી છે. હાલમાં કરવામાં આવેલી કાર્યવાહી મુજબ શુક્રવારે નિરવ મોદીના લગભગ 30 કરોડ રૂપિયાને ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નાણાં નિરવ મોદીની વિવિધ બેંકોના બેંક બેલેન્સમાં હતા. આ સિવાય ઇડીએ નિરવ મોદીની કંપનીના 13.86 કરોડ રૂપિયાની કિંમતના શેર પણ ફ્રિઝ કર્યા છે. આ કાર્યવાહીમાં ઇડીએ નિરવ મોદીના 176 સ્ટીલના કબાટ અને 60 પ્લાસ્ટિક કન્ટેનરોને પણ જપ્ત કર્યા છે. ઇડીને આ કન્ટેનરોમાં મોંધી વિદેશી ધડિયાળો મળી છે. સાથે જ આ કબાટો ખોલવાનું કામ પણ હાલ ચાલુ છે. ગુરુવારે પણ ઇડીએ કરેલ મોટી કાર્યવાહીમાં નિરવ મોદીની 9 લક્ઝરી કારને જપ્ત કરવામાં આવી હતી. આ કારોની કિંમત કરોડો રૂપિયામાં માનવામાં આવે છે.

ed

ઇડીએ જે કારોને જપ્ત કરી છે તેમાં એક રોલ્સ રોયલ, બે મસિર્ડિઝ બેંન્ઝ જીએલ 350, સીડીઆઇએસ, એક પોર્શ પનામેરા, 3 હોન્ડા કાર, એક ટોયોટા ફોરચ્યૂનર અને એક ટોયોટા ઇનોવા છે. એટલું જ નહીં ઇડીએ ગુરુવારે મેહુલ ચૌકસી ગ્રુપના 86.72 કરોડ રૂપિયાના મ્યુચુઅલ ફંડ પણ ફ્રીઝ કર્યા હતા. તમને જણાવી દઇએ કે પીએનબીમાં 11400 કરોડનું કૌભાંડ કરીને નિરવ મોદી દેશ છોડીને ભાગી ચૂક્યો છે. અને હાલ સીબીઆઇ અને ઇડી તેની વિરુદ્ધ કામ કરી રહી છે.

watch

વળી ગત બુધવારે તેમના વકીલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે નિરવ મોદી દેશ છોડીને નથી ભાગ્યા. તેમનો વિદેશમાં પણ વેપાર છે અને તે વધુ સમય વિદેશમાં જ રહે છે. વિજય અગ્રવાલે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ 5000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડીને કેમ ભાગે? મીડિયાથી વાત કરતા વિજય અગ્રવાલે કહ્યું કે તપાસ એજન્સીઓ અને મીડિયા આવા ખોટા આરોપ લગાવી રહી છે. અદાલતમાં આમાંથી કોઇ પણ આરોપ સાબિત નહીં કરી શકે. વકીલે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિરવ મોદીને દોષી કરાર નહીં કરવામાં આવે.

English summary
ED freezes bank accounts with Rs 30 crore balance, shares of Rs 13.86 Crore of Nirav Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X