આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહના ઘરે EDના દરોડા
EDએ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે વહેલી સવારે સંજય સિંહના ઘરે પહોંચી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દરોડો કયા મામલામાં છે.
સંજય સિંહે ખુદ પત્રકારોને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મે મહિનામાં EDની ટીમ સંજય સિંહના ઘરે પહોંચી હતી. તે સમયે EDએ સંજય સિંહના સહયોગીઓને ત્યાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું છે કે દિલ્હીમાં આપ સાંસદના ઘરે ચાલી રહેલા દરોડા દિલ્હી લિકર પૉલિસી કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી સંજય સિંહ કે આમ આદમી તરફથી કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી.
#WATCH | Visuals from outside AAP Rajya Sabha MP Sanjay Singh's residence
— ANI (@ANI) October 4, 2023
ED raids underway at the residence of AAP Rajya Sabha MP Sanjay Singh pic.twitter.com/k6FRDjY12S












Click it and Unblock the Notifications
