For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અર્પિતા મુખર્જીના બીજા એક ફ્લેટ પર EDની રેડ, વધુ 20 કરોડ જપ્ત, નોટ ગણવા માટે મંગાવ્યુ મશીન

બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશનમાં કોલકાતાના અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટમાંથી મોટી રકમ રિકવર કરી હતી.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશનમાં કોલકાતાના બેલઘરિયા ટાઉન ક્લબમાં સ્થિત પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટમાંથી મોટી રકમ રિકવર કરી હતી. 20 કરોડથી વધુ રકમની ગણતરી થઈ ચૂકી છે. ત્રણ કિલો સોનુ જપ્ત કરવાના પણ સમાચાર છે. જો કે, કુલ રિકવરી અને જપ્ત કરવામાં આવેલી મિલકતની કિંમત ઈડી અધિકારીઓના સત્તાવાર નિવેદન પરથી જ જાણી શકાશે.

raid

21 કરોડથી વધુ રુપિયા

દરોડા સાથે જોડાયેલા અહેવાલો અનુસાર બુધવાર બપોરથી ઈડીની ગણતરી શરૂ થઈ. રોકડ ગણવા માટે 3 મોટા કાઉન્ટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 20 કરોડની ગણતરી થઈ ચૂકી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે બુધવારે દક્ષિણ કોલકાતામાં સ્થિત ઘર પર દરોડા દરમિયાન જે રોકડ રકમ મળી છે, તેની રકમ અગાઉની રકમ એટલે કે લગભગ 21 કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે.

ગણતરી કરવા માટે મંગાવ્યા મશીન

ઈડીના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ સામાન્ય રીતે બેંકમાં જંગી રોકડની ગણતરી માટે કરવામાં આવે છે. તે પ્રતિ મિનિટ 4 હજારની નોટ ગણી શકે છે. જો 2000 રૂપિયાની નોટો ગણીએ તો તેનો અર્થ એ છે કે એક મિનિટમાં 8 લાખ રૂપિયા ગણી શકાય છે.

ટ્રકો અને 20 મોટા ટ્રંકોમાં ભરવામાં આવશે આટલા બધા પૈસા

અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટ- રાથ તાલા ક્લબ ટાઉન એપાર્ટમેન્ટમાં દરોડા દરમિયાન કેટલી રોકડ રકમ મળી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૈસા વહન કરવા માટે 20 મોટી ટ્રંક અને ટ્રકની મદદ લેવી પડી છે. OneIndia પાસે બુધવારે કોલકાતામાં રિકવર થયેલી રોકડના વિશિષ્ટ ફોટા છે. બે હજાર અને 500 રૂપિયાની નોટોના બંડલ જોઈને કોઈની પણ આંખો ફાટી જાય.

પહેલા પણ 21 કરોડ રુપિયા થયા હતા જપ્ત

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે દરોડા દરમિયાન ઈડીએ અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 21 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. અર્પિતા મુખર્જીની શનિવારે SSC કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાર સુધી 40 કરોડથી વધુ રુપિયા જપ્ત

શિક્ષક ભરતી કૌભાંડમાં મંત્રી પાર્થ ચેટરજીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમના પર ઈડીનો ગાળિયો કસાઈ રહ્યો છે. એક તરફ એજન્સી પાર્થ ચેટરજીની સતત પૂછપરછ કરી રહી છે તો બીજી તરફ દરોડા પણ ચાલુ છે. બુધવારે ઈડીએ અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. જેમાં એજન્સીને જંગી રોકડ સાથે કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળ્યા છે. ANIના અહેવાલ મુજબ બુધવારે દરોડામાં 20 કરોડની રોકડ મળી આવી હતી. ગત વખતના દરોડા સહિત માત્ર 40 કરોડની રોકડ જ મળી છે.

કેશ ઉપરાંત પ્રોપર્ટી પેપર પણ જપ્ત

શાળા સેવા આયોગ દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં ઈડીએ શનિવારે પાર્થ ચેટર્જીની ધરપકડ કરી હતી જેઓ TMC મહાસચિવ પણ છે. એજન્સીએ બેંક અધિકારીઓને બોલાવ્યા હતા જેઓ નોટ ગણતરી મશીનો લાવ્યા હતા અને રોકડ રકમની ગણતરી કરી હતી. સૂત્રોએ જણાવ્યુ કે એજન્સીએ રોકડ ઉપરાંત અન્ય સંપત્તિના દસ્તાવેજો પણ રિકવર કર્યા છે.

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહી

અગાઉ બંગાળના મંત્રી અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીને તબીબી તપાસ માટે કોલકાતાની ESI હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તે બાદમાં ઈડી ઑફિસે પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે દરોડા દરમિયાન ઈડીએ અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 21 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. વળી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટીએમસી ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યને પણ સમન્સ પાઠવ્યુ હતુ જે ઈડીની કોલકાતા ઑફિસમાં હાજર થયા હતા.

English summary
ED recovers huge amount from another flat of Arpita Mukherjee after search operation in SSC scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X