દરજીના ઘરે EDનો દરોડો, 2.5 કિલો સોના સમતે લાખોની કેશ જપ્ત થઇ

Posted By:
Subscribe to Oneindia News

પંજાબના મોહાલી અને ચંદીગઢના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવેલ દરોડામાં એક દરજીને ત્યાંથી 30 લાખ રૂપિયા કેશ અને 2.5 કિલો ગ્રામ સોનું મળી આવ્યું છે. નોંધનીય છે કે બુધવાર (14 ડિસેમ્બર) ચંદીગઢના જ એક કપડાના વેપારીને ત્યાંથી 2.19 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા હતા.

black money


આ તપાસમાં જ આગળ વધતા સૂચનાની આધારે ચંદીગઢના સેક્ટર 22માં મહેતા મહારાજા ટેલરને ત્યાં છાપો મારવામાં આવ્યો હતો. જે દરમિયાન 30 લાખ રૂપિયા કેશમાં મળ્યા હતા. જેમાંથી 18 લાખ રૂપિયા નવી કરન્સી હતા. ઇડીના અધિકારીઓએ કહ્યું તે આ વાતને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે નોટબંધી પછી ભારતભરમાં આયકર વિભાગ અને પોલિસ દ્વારા વિવિધ જગ્યાએ દરોડા પાડીને મોટી સંખ્યામાં કેશ અને કિંમતી વસ્તુઓ ઝડપી પાડવામાં આવ્યા છે.

English summary
ED seize ₹30 lakh, ₹18 lakh in new notes, with 2.5 kg gold from premises of tailor in Mohali and Chandigarh.
Please Wait while comments are loading...