સિલેબસને લઈને શિક્ષણ મંત્રીનુ મોટુ એલાન, બાળકોને ભણાવાશે ખેલાડીઓની જીવનકથા
પંજાબની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સમયસર શિક્ષણ મળી રહે તેમજ રમત-ગમત ક્ષેત્રે પોતાને સાબિત કરવા અને પ્રોત્સાહિત કરવાના હેતુથી પંજાબના બાળકોને પંજાબ રાજ્ય સાથે સંકળાયેલા ચાર મહાન ખેલાડીઓના જીવનચરિત્ર શીખવવામાં આવશે.
પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ નિવેદન આપ્યુ હતુ. બેન્સે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પંજાબને ફરીથી રમતગમતમાં અગ્રેસર બનાવવા માટે મુખ્યમંત્રી ભગવંત માનની પ્રતિબદ્ધતા મુજબ શાળા શિક્ષણ વિભાગે પંજાબના મહાન ખેલાડીઓના જીવન ચરિત્રોને શાળાના અભ્યાસક્રમનો એક ભાગ બનાવ્યો છે.

તેમણે કહ્યુ કે આ વખતે પંજાબના ચાર મહાન ખેલાડીઓના સંક્ષિપ્ત જીવનચરિત્રોને શારીરિક શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકોમાં સામેલ કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં પંજાબીઓને ગૌરવ અપાવનાર આ ખેલાડીઓના જીવનચરિત્ર શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, આ વખતે ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા હૉકી ઓલિમ્પિયન બલબીર સિંહ સીનિયર, પ્રખ્યાત એથ્લેટ મિલ્ખા સિંહ, પ્રખ્યાત એશિયન ચેમ્પિયન બોક્સર કૌર સિંહનો નવમાં ધોરણના વિષય પુસ્તક શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકમાં પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતના પ્રથમ અર્જુન પુરસ્કાર વિજેતા ઓલિમ્પિયન એથ્લેટ ગુરબચન સિંહ રંધાવાનુ જીવનચરિત્ર દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
