શ્રીનગરમાં ઇદ પર પણ ના માન્યા પથ્થરબાજ, CRPF કેમ્પ પર હુમલો
શ્રીનગરમાં ઇદના પવિત્ર દિવસે પણ અનેક સ્થળો પર સુરક્ષાકર્મીઓ અને પથ્થર મારનારાઓ વચ્ચે હિંસક ઝડપ થઇ હતી.
શ્રીનગરમાં ઇદના પવિત્ર તહેવારના દિવસે પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે અનેક સ્થળો પર સુરક્ષા બળો અને પથ્થર ફેંકનારા વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. જેમાં સીઆરપીએફના જવાન સમેત 10 પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ પહેલા ઇદની નમાજ પછી તરત જ ભીડે અનંતનાગમાં પથરાવ શરૂ કર્યો હોવાની ખબર આવી હતી. તો સામે પક્ષે પોલીસે પણ ભીડને ભગાડવા માટે ટીસ ગેસના છોડતા પથરાવ શરૂ થયો હતો.

પથ્થરમારનાર ત્યાં મૂસાનું સમર્થન કરી નારેબાજી કરી રહ્યા હતા. આ પથ્થરમારા દરમિયાન સીઆરપીએફના જવાન પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે અહીં પાછલા કેટલાક સમયમાં પરિસ્થિતી આવી જ રીતે તનાવગ્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાશ્મીરના નૌહટામાં નમાજ દરમિયાન ડ્યૂર કરી રહેલા DSP મોહમ્મદ અયૂબ પંડિતની પણ ભીડે ક્રૂર રીતે મારી મારીને હત્યા કરી લીધી હતી. જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે.












Click it and Unblock the Notifications
