ફુટપાથ પર ગાડી દોડાવનારાઓને મહિલાએ પાઠ ભણાવ્યો, આનંદ મહિન્દ્રાએ પણ વખાણ કર્યાં

ફુટપાથ પર ગાડી દોડાવનારાઓને મહિલાએ પાઠ ભણાવ્યો, આનંદ મહિન્દ્રાએ પણ વખાણ કર્યાં

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના શહેરોમાં ફુટપાથ પર ટૂ વ્હિલર દોડાવવું સામાન્ય બની ગયું છે. જેને પગલે પગપાળા ચાલતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીયવાર કેટલાક લોકો દુર્ઘટનાનો શિકાર પણ થઈ જાય છે. નિયમ તોડનાર આવા જ લોકોને પુણેની એક વૃદ્ધ મહિલાએ પાઠ ભણાવ્યો. મહિલા ખુદ ફુટપાથ પર ઉતરી આવી અને આવા લોકોને બરાબરનો પાઠ ભણાવ્યો. જેનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

આનંદ મહિન્દ્રાએ વખાણ કર્યાં

આનંદ મહિન્દ્રાએ વખાણ કર્યાં

જાણકારી મુજબ આ મહિલા એક શિક્ષક છે. જેનો વીડિોય મશહૂર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં મહિલા શિક્ષકના વખાણ કરતા લખ્યું કે જ્યારથી મેં આ જોયું ત્યારથી હું આ આંટીનો ફેન બની ગયો છું. આ બધાને વધુ તાકાત મળે. વિશ્વ મહિલા દિવસ પર આ આંટીને સેલિબ્રેટ કરવા જોઈએ. કાં પછી બની શકે કે આપણે બધાએ આંતરરાષ્ટ્રીય આંટી દિવસ આયોજિત કરવો જોઈએ. આમના કારણે જ આ દુનિયા સારી અને સુરક્ષિત જગ્યા છે.

અન્ય બે વૃદ્ધોએ પણ સાથ આપ્યો

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ મહિલા ફુટપાથ પર ઉભી છે અને પગપાળા ચાલતા લોકો માટે રસ્તામાં આવતા વાહનને ફુટપારથી ઉતારવાના નિર્દેશ આપી રહી ચે. એક વાહન ચાલકને તેમણે આ દરમિયાન પાઠ પણ ભણાવ્યો. જે બાદ કેટલાય વાહન ચાલકો ત્યાંથી આવે છે, પરંતુ તેમને જોઈ ખુદ જ ફુટપાથ પરથી ઉતરી જાય છે. પછી ત્રણ લોકો ફુટપાથને રોકીને ઉભા જોવા મળી રહ્યા છે અને ટૂ વ્હિલર ચાલકોને ફુટપાથ પર ચલવાને બદલે રસ્તા પર ચાલવાનું કહી રહ્યા છે.

વિદ્યાર્થીઓને ગર્વ થઈ રહ્યું છે

વિદ્યાર્થીઓને ગર્વ થઈ રહ્યું છે

આનંદ મહિન્દ્રા દ્વારા વીડિયો શેર કરાયા બાદ મહિલા શિક્ષકના વિદ્યાર્થીઓ ભારે ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. આ બાળકોનું કહેવું છે કે તેમને પોતાના શિક્ષક પર ગર્વ થઈ રહ્યું છે.. એક ટ્વિટર યૂઝર કહે છે કેસાહેબ આ બધા ભણેલા ગણેલા છે. મને ગર્વ થાય છે કે આજની નારી જે ધારી લે તે કરીને જ રહે છે. ધન્યવાદ આંટી જી. અમને નવયુવાનોને અરીસો દેખાડવા માટે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X