For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકની 15 સીટ પર થનાર પેટાચૂંટણી ટાળવા સહમત થયું ચૂંટણી પંચ

કર્ણાટકની 15 સીટ પર થનાર પેટાચૂંટણી ટાળવા સહમત થયું ચૂંટણી પંચ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ કર્ણાટકની 15 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે થનાર પેટા ચૂંટણી ટાળવા પર સહમત થઈ ગયું છે. અયોગ્ય ધારાસભ્યોની અરજી પર સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ કર્ણાટકની 15 સીટો પર પેટાચૂંટણી નહિ કરાવે કેમ કે ધારાસભ્યોની અયોગ્યતાનો પડકાર આપતી અરજીઓની સુનાવણી પેન્ડિંગ છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં 22 ઓકટોબરે સુનાવણી થશે.

election

કર્ણાટકના અયોગ્ય ઠરાવવામાં આવેલ 17 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી પેટાચૂંટણી લડવાની મંજૂરી આપવાની માંગણી કરી હતી. અયોગ્ય ધારાસભ્યો તરફથી વકીલે સુપ્રીમ કોર્ટમાં પેટાચૂંટણી રોકવાની પણ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે ફરી એકવાર ફેસલો આપશે.

અયોગ્ય ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આ સીટો પર પેટાચૂંટણીને હાલ રોકવામાં આવે, અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ફેસલો થયા બાદ ચૂંટણી થાય. અયોગ્ય ધારાસભ્યોનું કહેવું હતું કે તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં પહેલાથી પેન્ડિંગ છે, જો પેટાચૂંટણી થઈ તો તેમની અરજી નિષ્પ્રભાવી થી જશે.

ચૂંટણી પંચે કર્ણાટકની 15 વિધાનસભા સીટો પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી કરાવવાની ઘોષણા કરી હતી. ચૂંટણી પંચે અલગ-અલગ રાજ્યોની 64 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. જેમાં કર્ણાટકની 15 સીટો પણ સમેલ છે.

ચૂંટણી પંચે કર્ણાટક સિવાય જે રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું, તેમાં અરુણાચલ પ્રદેશ- 1, બિહાર-5, છત્તીસગઢ- 1, આસામ-4, ગુજરાત-4, હિમાચલ પ્રદેશ- 2, કેરળ- 5, મધ્ય પ્રદેશ- 1, મેઘાલય- 1, પોંડિચેરી- 1, પંજાબ- 4, રાજસ્થાન- 2, તમિલનાડુ- 2, સિક્કિમ- 3, તેલંગાણા- 1 અને ઉત્તર પ્રદેશ- 11 સામેલ છે. 24 ઓક્ટોબરે મત ગણતરી થનાર છે.

યૂપી અને બિહારની રાજ્યસભા સીટની ચૂંટણી માટે તારીખનું એલાનયૂપી અને બિહારની રાજ્યસભા સીટની ચૂંટણી માટે તારીખનું એલાન

English summary
Election Commission agrees to defer by-elections in Karnataka's 15 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X