For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો 60 લાખ નકલી મતદારોનો દાવો ખોટો ઠર્યો

કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં મતદાર યાદીમાં ભારે માત્રામાં ગરબડ થઈ રહી છે. જે બાદ ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે શુક્રવારે સાંજે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.

ચૂંટણી આયોગને ન મળી કોઈ ગરબડ

ચૂંટણી આયોગને ન મળી કોઈ ગરબડ

કોંગ્રેસની ફરિયાદના આધારે ચૂંટણી આયોગે મધ્યપ્રદેશના ચાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીનું નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં કોઈ ગરબડ મળી નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે 3 જૂને દાવો કર્યો હતો કે વિધાનસભા ક્ષેત્રો નરેલા, હોશંગાબાદ, ભોજપુર અને સિઓની માલવામાં નકલી મતદારો છે.

કોંગ્રેસે કરી હતી ફરિયાદ

કોંગ્રેસે કરી હતી ફરિયાદ

કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે તપાસ કરી. જેમાંથી સિઓની માલવા ક્ષેત્રમાં 17 મતદાન કેન્દ્રોની 82 યાદીઓની તપાસમાં કોઈ પણ મતદારના નામનો ઉલ્લેખ એકથી વધુ જોવા મળ્યો નથી. વળી, આ જ વિધાનસભા ક્ષેત્રના 20 મતદાન કેન્દ્રોની મતદાર યાદીમાં 2442 નામ ભળતા જોવા મળ્યા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો 2397 નામ સાચા જોવા મળ્યા જ્યારે 45 નામ સંબધ્ધ મતદારોના મોત કે સ્થાનાંતરણના કારણે મતદાર યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ચૂંટણી આયોગે કરી તપાસ

ચૂંટણી આયોગે કરી તપાસ

ચૂંટણી આયોગે મધ્યપ્રદેશની નરેલા વિધાનસભા ક્ષેત્રની સીટ પર મળેલી ફરિયાદ પર પણ તપાસ કરી. મતદાર યાદીના 22252 નામોમાંથી 17684 મતદાતાઓના મામલામાં નામ અલગ જ જોવા મળ્યા જેમાં 1776 મામલામાં મતદારોના નામ અને તેમના સંબંધીઓના નામ એક જ જોવા મળ્યા. જેમાંથી 154 મામલાની તપાસમાં 153 સાચા હતા. આ ઉપરાંત ચૂંટણી આયોગે હોશંગાબાદ વિધાનસભા ક્ષેત્રની પણ મતદાર યાદીની તપાસ કરી જેમાં બધા મામલા યોગ્ય માલૂમ પડ્યા.

English summary
election commission finds no evidence in congress fake claim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X