72 કલાકના પ્રતિબંધ બાદ આઝમ ખાનને ચૂંટણી પંચે ફટકારી વધુ એક નોટિસ
72 કલાકના પ્રતિબંધ બાદ આઝમ ખાનને ચૂંટણી પંચે ફટકારી વધુ એક નોટિસ
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સીનિયર લીડર આઝમ ખાનની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. પાછલા કેટલાક દિવસો દરમિયાન કથિત રૂપે ભડકાઉ નિવેદન આપવા માટે મંગળવારે ચૂંટણી પંચે આઝમ ખાનને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તેઓ પ્રથમ દ્રષ્ટયા આચાર સંહિતા ઉલ્લંઘનના દોષી છે. ચૂંટણી પંચે તેમને આ નોટિસનો જવાબ આપવા માટે એક કલાકનો સમય આપ્યો છે.

ચૂંટણી પંચે તેમના દ્વારા હાલમાં જ આપવામાં આવેલ નિવેદનનું ઉદાહરણ આપતા કહ્યું કે એક અવસરે તેમણે કથિત રૂપે કહ્યું ફાસીવાદી તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અન્ય એક જગ્યા પર તેમણે કહ્યુ કે વડાપ્રધાને મુસ્લિમોને માર્યા છે. ચૂંટણી પંચે તેમની રાજસ્થાનના ગવર્નર કલ્યાણ સિંહ પર અપ્રત્યક્ષ રીતે કરેલ ટિપ્પણીને પણ સામેલ કરી છે. આઝમ ખાને કહ્યું હતું કે અપરાધી સંવૈધાનિક પદો પર બેઠા છે.
ચૂંટણી પંચે જાહેર કરેલ આ નોટિસમાં કહ્યું કે આ તમામ મામલામાં તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ ધારાઓ અને જનપ્રતિનિધિ કાયદા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનો હવાલો આપતા આયોગે પોતાની નોટિસમાં કહ્યું કે ચૂંટણઈ દરમિયાન કોઈ નિવેદન આપતી સમયે કોઈપના પણ દ્વારા ધર્મ અથવા જાતિનો ઉપયોગ ન કરી શકે.
નોટિસમાં આ સ્પષ્ટ રીતે લખ્યું કે, આયોગે મામલા પર જરૂરી દસ્તાવેજ અને વર્તમાન નિર્દેશો પર વિચાર કર્યો છે. જે બાદ આયોગે નિર્ણય લીધો છે કે તમારા દ્વારા કરવામાં આવેલ કથિત નિવેદનો પર તમને પક્ષ રાખવાનો એક અવસર મળવો જોઈએ. તમારા તરફથી સ્પષ્ટીકરણ આ નોટિસ મળ્યાના 24 કલાકમાં જમા કરાવવાનું રહેશે, આવું ન કરવા પર આયોગ તમને જણાવ્યા વિના જ નિર્ણય કરશે. જણાવી દઈએ કે આઝમ ખાન પર ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ 'ખાકી અંડરવીયર' ટિપ્પણી બાદ ચૂંટણી પંચે સોમવારે આઝમ ખાન પર 72 કલાક માટે પ્રચાર કરવા માટે રોક લગાવી દીધો હતો.
આ પણ વાંચો- હવે ઉમા ભારતીએ પાર કરી મર્યાદા, પ્રિયંકા ગાંધીને કહ્યા 'ચોરની પત્ની'












Click it and Unblock the Notifications
