For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઉમા ભારતીએ પાર કરી મર્યાદા, પ્રિયંકા ગાંધીને કહ્યા ‘ચોરની પત્ની'

ઉમા ભારતીએ મંગળવારે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી દીધી.

|
Google Oneindia Gujarati News

જેમ જેમ ચૂંટણી માહોલ દરમિયાન રાજકીય પારો વધી રહ્યો છે તેમ તેમ નેતાઓની જીભ વધુને વધુ લપસી રહી છે. આઝમ ખાન, યોગી આદિત્યનાથ, મેનકા ગાંધી અને માયાવતી જેવા દિગ્ગજોને તો પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચૂંટણી કમિશનમાંથી ઝાટકણી પણ મળી છે પરંતુ તેમછતા અમુક નેતાગણ હજુ પણ પોતાના વિવાદિત નિવેદનો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા. આ વિવાદિત નિવેદનવાળા નેતાઓની લિસ્ટમાં આગલુ નામ જોડાયુ છે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી ઉમા ભારતીનું. જેમણે મંગળવારે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી દીધી.

ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધીને કહ્યા ‘ચોરની પત્ની'

ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધીને કહ્યા ‘ચોરની પત્ની'

પત્રકારોના સવાલોના જવાબ આપતા આપતા અચાનક ઉમા ભારતી પોતાની બધી મર્યાદાઓ ભૂલી ગયા અને તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાને ‘ચોરની પત્ની' કહી દીધા. તેમણે કહ્યુ કે તે શું મોઢુ ખોલશે, એ તો ‘ચોરની પત્ની' છે અને હિંદુસ્તાન તેમને એ જ નજરથી જોશે. વાસ્તવમાં દૂર્ગ લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે પત્રકારોએ પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અને સક્રિય રાજકારણમાં આવવા વિશે ભારતીને સવાલ કર્યો ત્યારે તેમણે પ્રિયંકા ગાંધી વિશે આ વાત કહી.

પ્રિયંકા ગાંધીને જનતા સબક શિખવાડશેઃ ઉમા ભારતી

પ્રિયંકા ગાંધીને જનતા સબક શિખવાડશેઃ ઉમા ભારતી

ઉમા ભારતીને જ્યારે પત્રકારોએ પૂછ્યુ હતુ કે એવા સમાચાર મળી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે એના પર તમે શું કહેવા ઈચ્છશો. જેના પર ઉમાએ કહ્યુ કે આ તો લોકતંત્ર છે, દરેક જણ સ્વતંત્ર છે, કોઈ પણ ક્યાંથી પણ ચૂંટણી લડી શકે છે, તો ક્યાંયથી પણ લડે કોઈને પણ મનાઈ નથી પરંતુ પરિણામ તો બધાને ખબર જ છે.

આઝમ ખાનને માફ ન કરી શકાયઃ ઉમા ભારતી

આઝમ ખાનને માફ ન કરી શકાયઃ ઉમા ભારતી

ઉમા ભારતીએ ચૂંટણી કમિશન દ્વારા યોગી આદિત્યનાથ અને આઝમ ખાન સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કહ્યુ કે કમિશને યોગીજી અને આઝમ ખાનને એક જેવો દંડ સંભળાવ્યો છે જ્યારે બંનેના ગુનામાં બહુ મોટુ અંતર છે. યોગી આદિત્યનાથે તો માયાવતીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી અને તેમણે તો પ્રભુનું નામ લીધુ હતુ જ્યારે આઝમે તો એક મહિલાનું અપમાન કર્યુ છે. તેમને તો જેલમાં નાખી દેવા જોઈએ અને ચૂંટણી માટે અયોગ્ય ઘોષિક કરી દેવા જોઈએ. તેમનો ગુનો ખૂબ જ ઘૃણિત છે જેને માફ ન કરી શકાય.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીની રેલી, રાહુલ ગાંધી કેરળના પ્રવાસેઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીની રેલી, રાહુલ ગાંધી કેરળના પ્રવાસે

English summary
Senior BJP leader Uma Bharati Tuesday said that the country will “judge” Priyanka Gandhi Vadra as the wife of a thief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X