સુપ્રીમ કોર્ટ: આરોપી સાંસદ-વિધાયકો માટે બનાવો સ્પેશ્યલ કોર્ટ

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે દોષી સાંસદ-વિધાયકોને ચૂંટણી ન લડવા દેવી જોઇએ. આજે એક સુનવણી દરમિયાન પોતાના જવાબમાં ચૂંટણી આયોગે આ વાત કહી હતી. તેણે કહ્યું કે દોષી સાંસદો અને વિધાયકો પર ચૂંટણી લડવા મામલે આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. સાથે જ આ પ્રસંગે સુપ્રીમ કોર્ટે આરોપી નેતાઓની મામલે સુનવણી જલ્દી થાય તે માટે વિશેષ અદાલત બનાવાની વાત કરી છે. આ માંગણી સાથે તેણે કેન્દ્રને આ માટે કેટલો વખત અને ખર્ચો થશે તે અંગે 6 અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે વિશેષ કોર્ટના કારણે આવા નેતાઓના કેસમાં ઝડપથી ટ્રાયલ થશે. સાથે જ આ બાદ ન્યાયધીશોની નિયુક્તિ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ કોર્ટે જણાવ્યું. ન્યાયધીશ રંજન ગોગોઇ અને નવીન સિંહાની બેઠકમાં આ વાત કરવામાં આવી છે.

Supreme Court

સુપ્રીમ કોર્ટે પુછ્યું કે વર્ષ 2014માં સાંસદો અને વિધાયકો પર કુલ 1581 કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમાથી કેટલા કેસનો નિકાલ થયો છે. સાથે જ કોર્ટે 2014થી 2017 વચ્ચે કેટલા નેતાઓ વિરુદ્ધ ફરિયાદ થઇ છે અને તેમાંથી અપરાધિક કેસ કયા છે તે અંગે પણ જાણકારી માંગી છે. સ્પેશ્યલ કોર્ટની વાતનું સમર્થન આપતા કેન્દ્ર સરકારે પણ કર્યું છે. સાથે જ અરજદારને પણ કોર્ટે ફટકાર લગાવી હતી. કારણ કે અરજદારે તેમાં આંકડાનો ઉલ્લેખ યોગ્ય રીતે નહતો કર્યો. ત્યારે કોર્ટે સવાલ કરી અરજદારને પુછ્યું કે કેમ તમે આંકડાં નથી આપ્યા શું તમે ઇચ્છો છો કે અમે તેમ કહી દઇએ કે ભારતની રાજનીતિનું અપરાધિકરણ થઇ ચૂક્યું છે?

English summary
Election Commission says in sc There should be a life term ban on convicted parliamentarians and MLAs.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.